મુખ્ય સમાચાર
News of Wednesday, 11th May 2022

ઇજિપ્તના મંત્રીનું મોટું નિવેદન:‘મુસ્લિમો અલગ દેશનું સપનું નહીં જોતા :પોતાના દેશ પ્રત્યે ઈમાનદાર રહેજો

ઇજિપ્તના મંત્રી ડૉ. મોહમ્મદ મોખ્તાર ગોમાએ કહ્યું કે મુસ્લિમો માત્ર તર્કસંગત પદ્ધતિઓ દ્વારા જ એક થઈ શકે છે:મુસ્લિમો જે પણ દેશમાં રહે છે તેનું સન્માન કરવુ

નવી દિલ્હી :  વર્લ્ડ મુસ્લિમ કોમ્યુનિટી કાઉન્સિલ (TWMCC) ની કોન્ફરન્સમાં ઘણા દેશોના મુસ્લિમ નેતાઓએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં ઈજિપ્તના મંત્રીએ એવું ભાષણ આપ્યું, જે આખી દુનિયામાં વાયરલ થઈ રહ્યું છે. ઈજિપ્તના મંત્રીએ કહ્યું કે મુસ્લિમોએ પોતાના દેશ પ્રત્યે ઈમાનદાર રહેવું જોઈએ.

કોન્ફરન્સમાં ઇજિપ્તના મંત્રી ડૉ. મોહમ્મદ મોખ્તાર ગોમાએ કહ્યું કે મુસ્લિમો માત્ર તર્કસંગત પદ્ધતિઓ દ્વારા જ એક થઈ શકે છે. તેમણે કહ્યું કે મુસ્લિમો જે પણ દેશમાં રહે છે તેનું સન્માન કરવું જોઈએ. પછી ભલે તે દેશમાં મુસ્લિમો લઘુમતી હોય કે બહુમતી. તેમણે કહ્યું કે વિશ્વના તમામ દેશોના મુસ્લિમોને એક ઝંડા, એક દેશ અને એક શાસક હેઠળ ભેગા કરવા અશક્ય છે.

ઈજિપ્તના મંત્રીએ કહ્યું કે મુસ્લિમોએ તેમના દેશ, ધ્વજ અને તેના વારસાનું સન્માન કરવું જોઈએ. તેમણે કહ્યું કે આપણે બધા ઉગ્રવાદ અને આતંકવાદનો સામનો કરવા માટે એકજૂટ છીએ. તેમણે વધુમાં કહ્યું કે મુસ્લિમોએ તેમના દેશ પ્રત્યે ઈમાનદાર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે મુસ્લિમ વિદ્વાનોએ ઉગ્રવાદી જૂથોના એજન્ડાને બધાની સામે રાખવો જોઈએ. તેમણે કહ્યું ‘આપણે એવા ઉગ્રવાદી જૂથોનો સામનો કરવો જોઈએ જેઓ ઈસ્લામનો ઝભ્ભો પહેરીને ધર્મને વિકૃત કરે છે. આપણે ઉગ્રવાદ અને આતંકવાદનો સામનો કરવા માટે એકજૂટ છીએ. જો આપણે આપણા જીવનમાં સફળ નહીં થઈએ તો લોકો આપણા ધર્મને માન નહીં આપે.

(9:02 pm IST)