મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

ઉઇગર મુસ્લિમોના ધીમા નરસંહાર તરફ આગળ વધી રહ્યું છે ચીન : જન્મ દર રોકી સમુદાયનું અસ્તિત્વ ખતમ કરવાનું કાવતરું : આંતર રાષ્ટ્રીય અપરાધિક કાનૂન વિશેષજ્ઞ એડવોકેટ એરિન રોસેનબર્ગનો અભિપ્રાય

બેજિંગ : દેશ માટે ઉઇગર મુસ્લિમોને ખતરા સમાન ગણતું ચીન હવે તેના ધીમા નરસંહાર પ્રતિ આગળ ધપી રહ્યું હોવાનો અભિપ્રાય તાજેતરમાં  આંતર રાષ્ટ્રીય અપરાધિક કાનૂન  વિશેષજ્ઞ એડવોકેટ એરિન રોસેનબર્ગએ વ્યક્ત કર્યો છે.

તેમણે જણાવ્યું છે કે આ પ્રજાનો જન્મદર રોકી તેનું અસ્તિત્વ ખતમ કરવાનું  ચીનનું કાવતરું છે. એક  અહેવાલ મુજબ દુનિયાના ઓછામાં ઓછા પાંચ દેશો  એવું માને છે કે ઉઇગર પ્રજાને ચીન સુરક્ષા માટે ખતરા સમાન  ગણે છે. અને તેનો જન્મદર રોકી તેનું અસ્તિત્વ મિટાવવા માંગે છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:21 pm IST)