મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

ટોચની 200 વૈશ્વિક યુનિવર્સિટીમાં ભારતની માત્ર ત્રણ શૈક્ષણિક સંસ્થાઓને સ્થાન મળ્યું

યુનિવર્સિટીઓના ગ્લોબલ રેન્કિંગમાં ભારતનો દેખાવ વધુ એક વખત કંગાળ દેખાવ: લિસ્ટમાં માત્ર અમેરિકાની જ 177 યુનિવર્સિટીઓ સ્થાન :લિસ્ટમાં આઈઆઈટી બોમ્બે 177 માં ક્રમે, આઈઆઈટી દિલ્હી 185 માં ક્રમે અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગાલુરુ 186 માં ક્રમે

નવી દિલ્હી : ભારતમાં ભવ્ય બિલ્ડિંગ ધરાવતી અને મોંઘી ફી ઉઘરાવતી અનેક શિક્ષણ સંસ્થાઓ છે, પણ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન આપતી હોય એવી સંસ્થાઓનો તૂટો છે. એટલે જ યુનિવર્સિટીઓના ગ્લોબલ રેન્કિંગમાં ભારતનો દેખાવ વધુ એક વખત કંગાળ જોવા મળ્યો છે.

લંડન સ્થિત ક્વાકેરલી સાયમન્ડ્સ (QS) દર વર્ષે ટોચની 200 યુનિવર્સિટીઓનું લિસ્ટ બહાર પાડે છે.

2022 માટે બહાર પાડેલા લેટેસ્ટ લિસ્ટમાં ભારતની 3 સંસ્થાઓને સ્થાન મળ્યું છે. લિસ્ટમાં આઈઆઈટી બોમ્બે 177 માં ક્રમે, આઈઆઈટી દિલ્હી 185 માં ક્રમે અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગાલુરુ 186 માં ક્રમે છે.

અમદાવાદમાં આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટને આ લિસ્ટમાં ક્યાંય સ્થાન મળ્યું નથી. 1300 ના લિસ્ટમાં તો ભારતની ઘણી સંસ્થાઓ છે, પરંતુ એક સમયની બહુ ગાજેલી આઈઆઈએમ-અમદાવાદ ક્યાંય નથી. જનરલ લિસ્ટ ઉપરાંત વિવિધ કેટેગરી પ્રમાણે પણ લિસ્ટ તૈયાર થાય છે. સાઈટેશન પર ફેકલ્ટી (સીપીઆર)માં 100માંથી 100 માર્ક બેગાલુરુની ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સને મળ્યા છે. આ સમાવેશ બદલ વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રી જાવડેકર સહિતનાએ અભિનંદન આપ્યા હતાં.

લિસ્ટમાં માત્ર અમેરિકાની જ 177 યુનિવર્સિટીઓ સ્થાન પામી છે. જ્યારે ઇંગ્લેન્ડની 90 સંસ્થાઓને સ્થાન મળ્યું છે. તેની સામે 1300ના લિસ્ટમાં ભારતની 35 સંસ્થાઓને સ્થાન મળ્યું છે. ભારતમાંથી ઉપરોક્ત સંસ્થાઓ ઉપરાંત દિલ્હી યુનિવર્સિટી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ), જામીયા મિલિયા ઈસ્લામિયા, અલિગઢ મુસ્લીમ યુનિવર્સિટી વગેરે સહિતની સંસ્થાઓને સ્થાન મળ્યું છે.

આ લિસ્ટની તમામ 1300 યુનિવર્સિટીઓ વિશ્વના વિવિધ 97 લોકેશન પર ફેલાયેલી છે. સર્વે તૈયાર કરતી વખતે સૌથી પહેલા 13000 સંસ્થાઓની યાદી બનાવાઈ હતી. તેમાંથી 6415 ઈન્સ્ટિટ્યૂટ બીજા રાઉન્ડમાં પહોંચી હતી અને તેમાંથી 1300નું ફાઈનલ લિસ્ટ તૈયાર થયું હતું. લિસ્ટ તૈયાર કરવામા સંસ્થાના શિક્ષણની ગુણવત્તા ઉપરાંત તેના દ્વારા રજૂ થતા રિસર્ચ પેપર સહિતના માપદંડો ધ્યાનમાં લેવાયા હ

આખા જગતના લિસ્ટમાં અમેરિકાની જગવ્યાત સંસ્થા મેસેચ્યુશેટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી) છે. આખુ લિસ્ટ તો 1300 યુનિવર્સિટીનું છે. તેમાં 255મા ક્રમે આઈઆઈટી મદ્રાસ, 277મા ક્રમે આઈઆઈટી કાનપુર, 280મા ક્રમે આઈઆઈટી ખડગપુર, 395મા ક્રમે આઈઆઈટી ગુહાવટી, 400મા ક્રમે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-રૃરકીનો પણ સમાવેશ થયો છે

(12:00 am IST)