મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

મોદી મંત્રીમંડળનાં ફેરબદલ -વિસ્તરણની તૈયારી

મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ આ મહિને ગમે ત્યારે : જેડીયુ સરકારમાં સામેલ થશે : સિંધિયા -સોનાવાલ -સુશીલ મોદી વગેરે બનશે મંત્રી : કેટલાક પ્રધાનોનો ભાર હળવો કરાશે

નવી દિલ્હી,તા. ૧૧ : મંત્રીપરિષદમાં ફેરફાર અને પરિવર્તન માટે ૨૩ મંત્રાલયોની પસંદગી કરવામાં આવશે. આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનાવાલ, જયોતિરાદિત્ય સિંધિયા અને મુકુલ રોયને વિસ્તાર પર ચર્ચા કરવા માટે જલ્દી બોલાવી શકાય એમ છે.  અનેક મંત્રીઓના નિધન અને અન્ય કારણોથી સરકારમાં ડર્ઝન ભર મંત્રીઓની પાસે એકથી વધારે મંત્રાલયોની જવાબદારી છે. વિસ્તારના માધ્યમથી એવા મંત્રીઓનો ભાર ઓછો કરાશે. વિસ્તાર પર સિલેકટેડ નેતાઓની સાથે આ મહિનાની શરુઆતમાં ચર્ચા કરવામાં આવવાની હતી.

સોનોવાલને દિલ્હી બોલાવ્યા હતા. જયારે ચર્ચા માટે સિંધિયા વિદેશ પ્રવાસની પહેલા અઠવાડિયે પાછા ફરશે. આ દરમિયાન ઉત્ત્।ર પ્રદેશના ઘટનાક્રમના કારણે ચર્ચામાં મોડું થયુ. હવે કહેવામાં આવી રહ્યું છે કે તે જલ્દી જ આ નેતાાઓની સાથે ચર્ચાનો દોર શરુ થઈ શકે તેમ છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોદી મંત્રી પરિષદમાં સામિલ થવા પર પોતાની સહમતિ આપી દીધી છે. જો કે જદયૂને કેબિનેટમાં કેવા પ્રકારનું પ્રતિનિધિત્વ મળશે તેના પર ચર્ચા થવાની બાકી છે.  સૂત્રોનું કહેવું છે કે જદયૂને કેબિનેટ અને રાજયમંત્રીના એક એક પદ આપવામાં આવશે. અપના દળના મંત્રીપરિષદને વિસ્તારમાં જગ્યા મળી શકે છે.  અપના  દળની અધ્યક્ષ અનુપ્રિયા પટેલે ગુરુવારે ગૃહમંત્રી સાથે મુલાકાત પણ કરી હતી.

વર્તમાનમાં અનેક મંત્રીઓ પર કામનું ભારણ વધારે છે. તેવામાં ૨ મંત્રીઓ શિવસેનાના અરવિંદ સાંવત, અકાળી દળના હરસિમરત કૌરના રાજીનામા અને ૨ મંત્રીઓના મોતના કારણે થયું છે. સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરની પાસે પર્યાવરણની સાથે ભારે ઉદ્યોગ મંત્રાલયનો પણ ભાર છે.  રેલવે મંત્રી પીયૂલ ગોયલની પાસે વાણિજય, રેલ મંત્રાલય ઉપરાંત ગ્રાહકોના મામલાનો ભાર છે. આ રીતે પહેલા જ કૃષિ, પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસની જવાબદારી સંભાળી રહેલા નરેન્દ્ર સિંહ તોમરની પાસે ખાદ્ય પ્રસંસ્કરણનો વધારાનો ભાર છે. જયારે  આયુષ મંત્રી શ્રીપદ નાઈકના રોડ અકસ્માતમાં ઘાયલ થયા બાદ તેમની મંત્રાલયની જવાબદારી રમત તથા યુવા મામલાના મંત્રી કિરેન રિજિજૂ સંભાળી રહ્યા છે.

(10:32 am IST)