મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

૧ ઓકટોબરથી નવો નિયમ લાગુ થશે

હવેથી રેસ્ટોરન્ટમાં ખાવાનું ખરાબ આવે કે તુંરત તમે કરી શકશો ફરિયાદ

નવી દિલ્હી,તા. ૧૧: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ માટે ૧ ઓકટોબરથી બિલમાં જ્લ્લ્ખ્ત્ લાયસન્સ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવો અનિવાર્ય કરી દીધો છે. FSSAI એ આ સંબંધે એક મહત્વનો આદેશ તાજેતરમાં રજૂ કર્યો છે. આ પગલાંથી એવાં ગ્રાહકોને મદદ મળશે કે જે FSSAIનંબરનો ઉપયોગ કરીને કોઇ વિશેષ ફૂડ બિઝનેસ વિરૂદ્ઘ ઓનલાઇન ફરિયાદ દાખલ કરી શકે છે.

ફૂડ સેફ્ટી રેગ્યુલેટરએ ગુરૂવારના રોજ એક આદેશ જારી કર્યો છે કે, પ્રત્યેક ફૂડ બિઝનેસ ઓપરેટરને ફૂડ બિઝનેસ શરૂ કરતા પહેલાં FSSAIલાયસન્સ અથવા તો રજિસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. ફૂડ બિઝનેસની ઇકોસિસ્ટમ મોટી છે અને કોઇ પણ ફૂડ બિઝનેસનો FSSAI નંબર ઉપભોકતાઓને સરળતાથી દેખાતું નથી. કોઇ પણ વિશ્વસનીય નિયમનકારી માળખું ગ્રાહક ફરિયાદ પ્રણાલી પર નિર્ભર કરે છે. જો કે, જો FSSAI નંબર તેમની પાસે ઉપલબ્ધ નથી, તો તેમની વિરૂદ્ઘ ફરિયાદ કરવી એ એક કઠીન કામ થઇ જાય છે.

FSSAIના આદેશમાં એમ કહેવામાં આવ્યું કે, લાયસન્સ અને રજિસ્ટ્રેશન અધિકારીઓને નીતિનો વ્યાપક પ્રચાર કરવા અને ૨ ઓકટોબર, ૨૦૨૧ થી તેનું અમલીકરણ સુનિશ્યિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

FSSAI નંબરને પેકેજ ફુડ લેવલ પર પ્રદર્શિત કરવું અનિવાર્ય છે. પરંતુ આ સમસ્યા વિશેષ રૂપથી રેસ્ટોરન્ટસ, મિઠાઇની દુકાનો, કેટરસ એટલે સુધી કે, રિટેલ સ્ટોર્સ જેવી સંસ્થાઓ માટે પણ આ નંબર જરૂરી છે.

કોઇ પણ ફુડ બિઝનેસ ઓપરેટરનો ૧૪ ડિજિટનો FSSAI નંબર ઉપભોકતા / સર્વિસ રસીદ પર સરળતાથી દેખાય કે ઉપલબ્ધ નથી થતો. તેનું કારણ એ છે કે, તેમની માટે કોઇ ફુડ બિઝનેસ ઓપરેટરની ફરિયાદ કરવી મુશ્કેલ થઇ જાય છે. એટલે સુધી કે, નિયમનકારો માટે પણ ફરિયાદની ઉત્પત્ત્િ।નો ખ્યાલ મેળવવો અને તેની પર તુરંત કાર્યવાહી કરવી મુશ્કેલ છે.

(10:37 am IST)