મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

કોવિન પોર્ટલ સંપૂર્ણણે સુરક્ષિત : કેન્દ્ર સરકારે કહ્યું : કોઈપણ ભારતીયોના ડેટા હેક થયા નથી

સરકારે આવા કોઈ પણ અહેવાલને સ્પષ્ટપણે નકારી કાઢયો

નવી દિલ્હી :તાજેતરમાં કોવીન પોર્ટલ અંગે નવો વિવાદ છેડાય ગયો છે.કોવીન પર આરોપ છે કે કોઈ અસામાજિક તત્વોએ હેક કર્યું છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે પોર્ટલ પરથી 15 કરોડ ભારતીયોનો ડેટા ચોરાયો છે.

કોરોના સંક્ર્મણના ત્રીજા તબક્કાને ધ્યાનમાં રાખીને, જ્યારે સરકાર કોરોના રસી કાર્યક્રમને વેગ આપી રહી છે, ત્યારે કેટલાક લોકો સરકારના આ મિશનને નબળા પાડવામાં રોકાયેલા છે.

કેન્દ્ર સરકાર દ્વારા હવે આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારે આવા કોઈ પણ અહેવાલને સ્પષ્ટપણે નકારી કાઢયો છે અને કહ્યું છે કે 'કોવિન' પોર્ટલ સંપૂર્ણ સલામત છે અને કોઈપણ ભારતીય ડેટા ચોરાયો નથી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે; આવા ઘણા અહેવાલો સામે આવી રહ્યા છે કે 'કોવિન' પ્લેટફોર્મ હેક થઈ ગયું છે. અમારી ટીમને તપાસમાં આ અહેવાલો નકલી હોવાનું જાણવા મળ્યું છે. પોર્ટલ પરની તમામ માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો કે, આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લેતા, કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા વેકસીન એડમિનિસ્ટ્રેશન સમિતિ (ઇજીવીએસી) દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.

ઇજીવીએસીના પ્રમુખ ડો.આર.એસ. શર્માએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ભારતના રસી નોંધણી પોર્ટલ 'કોવિન' હેક થયાના સમાચાર છે. અમે દરેકને જાણ કરવા માંગીએ છીએ કે 'કોવિન' પરનો તમામ ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત છે. 'કોવિન' પર સમાયેલી માહિતી કોઈની સાથે શેર કરવામાં આવી નથી.

ડાર્ક લીક માર્કેટ નામના હેકર જૂથે ટ્વીટર પર ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેમની પાસે 150 કરોડ ભારતીયોના ડેટા છે, જેમણે રસી નોંધણી પોર્ટલ 'કોવિન' પર પોતાને નોંધણી કરાવી હતી. હેકર જુથે એમ પણ કહ્યું કે તે આ માહિતીને અમેરીકાન $800 થી વધુમાં પ્રતિ વ્યક્તિ વેચવાના છે. જો કે, આ ટ્વિટ પછી, કેટલાક અહેવાલોમાં, ડાર્ક લીક માર્કેટ પોતે જ નકલી હેકર હોવાનું કહેવાતું હતું.

(12:27 pm IST)