મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

બારામૂલા જીલ્લામાં ભીષણ આગમાં અનેક ઘર બળીને ખાખ : આર્મીએ અડધી રાત્રે કર્યો કંટ્રોલ

નૂરબાગ વિસ્તારમાં આગની ઘટનામાં છ લોકો ઘાયલ : 200 જેટલા લોકો પ્રભાવિત

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં બારામૂલા જીલ્લાના નૂરબાગ વિસ્તારમાં રાત્રે આગ લાગવાથી અનેક મકાનો બળીને ખાખ થઈ ગયા. આર્મીએ આ ઘટનાની માહિતી મળતા તરત જ રિસ્પોંસ આપ્યો અને ઘટનાસ્થળ પહોચીને આગને કાબુમાં લીધી. સેનાએ રાત્રે 2 વાગે આ આગ પર કાબુ મેળવ્યો.હતો

જમ્મુ કાશ્મીરના બારામૂલા જીલ્લાના નૂરબાગમાં આગ લાગવાની આ દુઘટનામાં ઓછામાં ઓછા 6 લોકો ઘાયલ થયા અને 170-200 લોકો પ્રભાવિત થયા છે.

સેનાના પ્રવક્તાએ કહ્યુ રાત્રે ઈંડિયન આર્મીએ જમ્મુ-કાશ્મીરના બારામૂલા જીલ્લાના નૂરબાગમાં આગ લાગવાની ઘટનાને તરત રિસ્પોંસ કર્યો અને આગ પર કાબુ મેળવ્યો. હજુ મદદનુ કામ ચાલુ છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં એક જવાન ક્ષતિગ્રસ્ત મકાનમાં પ્રવેશ કરી આગને કાબૂમાં રાખતા જોઇ શકાય છે.

(12:34 pm IST)