મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

રાજસ્થાન કોંગ્રેસમાં હલચલ વચ્ચે પાયલોટે કહ્યું- રીટા બહુગુણાએ તેંડુલકર સાથે વાત કરી હશે : મારી સાથે વાત કરવાની હિંમત નથી

નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ કોંગ્રેસ સાથે નાતો તોડી નાખીને ભાજપમાં સામેલ થયા બાદ હવે સચિન પાયલટની ભાજપમાં આવવાની અટકળો તેજ થઈ છે. ભાજપના નેતા રીતા બહુગુણા જોશી એ કહ્યું કે જલદી સચિન પાયલટ ભાજપમાં આવી જશે, આ અંગે તેમને ફોન પણ કર્યો હતો.
આ નિવેદન બાદ સચિન પાયલટે કહ્યું કે 'રીતા બહુગુણા જોશીએ કહ્યું કે તેમણે સચિન સાથે વાત કરી છે. તેમણે સચિન તેન્દુલકર સાથે વાત કરી હશે. તેમનામાં મારી સાથે વાત કરવાની હિંમત નથી

  અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં યુપી વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા જ રીતા બહુગુણા જોશીએ કોંગ્રેસનો પંજો છોડીને કમળ પકડી લીધુ હતું. ત્યારબાદ પાર્ટીએ તેમને લખનૌની સીટથી ટિકિટ આપી જ્યાંથી તેઓ વિધાયક હતા. ચૂંટણી જીત્યા બાદ તેમને કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવ્યા. ત્યારબાદ 2019ની સામાન્ય ચૂંટણીમાં તેમને અલાહાબાદ બેઠકથી લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા. યુપીના પૂર્વ સીએમ દિવંગત હેમવતી નંદન બહુગુણાના પુત્રી રીતા બહુગુણા જોશી યુપી કોંગ્રેસના અધ્યક્ષ અને કોંગ્રેસની મહિલા વિંગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

(1:34 pm IST)