મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

પરણિત અને અપરિણીત સ્ત્રી પુરુષ વચ્ચેના લિવ ઈન રિલેશનશિપ સંબંધ માન્ય ન ગણાય : બંને પરણિત અથવા અપરિણીત હોવા જોઈએ : રાજસ્થાન હાઇકોર્ટ

જયપુર : રાજસ્થાન હાઇકોર્ટે તાજેતરમાં આપેલા એક ચુકાદમાં જણાવ્યું છે કે પરણિત અને અપરિણીત સ્ત્રી પુરુષ વચ્ચેના  લિવ ઈન રિલેશનશિપ સંબંધ માન્ય ન ગણાય .

રશિકા ખંડાલ નામક યુવતીએ  કરેલી પિટિશનમાં કોર્ટને જાણવા મળ્યા મુજબ આ યુવતી જે પુરુષ સાથે લિવ ઈન રિલેશનશિપથી રહેતી હતી તે હેમંતસિંહ રાઠોડ પરણિત છે. જયારે યુવતી કુંવારી છે.

આ બંનેના લિવ ઈન રિલેશનશિપ સબંધ એટલા માટે માન્ય રાખી ન શકાય કે બેમાંથી એક વ્યક્તિ પરણિત અને એક અપરણિત છે.

જેના અનુસંધાનમાં જસ્ટિસ પંકજ ભંડારીની સિંગલ જજ બેંચે  સુપ્રિમ કોર્ટનો ચુકાદો ટાંક્યો હતો. જે મુજબ બંને  વ્યક્તિ પરણિત અથવા અપરણિત હોવા જોઈએ . તેમજ લગ્ન કરવા માટેની બંનેની કાયદેસરની ઉંમર હોવી જોઈએ. તેવું બી.એન્ડ  બી.દ્વારા જાણવા મળે છે.

(1:35 pm IST)