મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

નાસિકમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી વેકિસન લીધા બાદ શરીરમાં પેદા થઇ ચુંબકીય શકિત !

તેમના શરીર પર ચમચી, સ્ટીલ અને લોખંડના વાસણ અને સિક્કા સરળતાથી ચોંટી જાય છે

નાસિક, તા.૧૧: મહારાષ્ટ્રના નાસિકમાં એક ખૂબ જ ચોંકાવનારી દ્યટના સામે આવી છે. અહીં એક પરિવારનો દાવો છે કે કોરોના વેકિસનનો બીજો ડોઝ લીધા બાદ તેમના પરિવારના સભ્ય અરવિંદ સોનારના શરીરમાં ચુંબકીય શકિત પેદા થઇ છે. હવે તેમના શરીર પર ચમચી, સ્ટીલ અને લોખંડના વાસણ અને સિક્કા સરળતાથી ચોંટી જાય છે, જે ખૂબ જ આશ્યર્ચચકિત કરનારી વાત છે.

આ ઘટના સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના પાછળ ખરેખર સત્ય શું છે અને તેની પાછળ શું કારણ જવાબદાર છે તથા પરિવારનો દાવો કેટલો સાચો છે? તે અંગે તપાસ કરવામાં આવશે. આની પાછળ કોઇ મેડિકલ કારણ જવાબદાર છે કે કેમ? તેની પણ તપાસ થશે.

પરિવારે એક વીડિયો બનાવ્યો છે, જેમાં જોઇ શકાય છે કે અરવિંદ સોનારના શરીર પર સ્ટીલ અને લોખંડના વાસણ અને સિક્કા સરળતાથી ચોંટી જાય છે. તેમના શરીર પર ચમચી, નાના પ્લેટ, દ્યરમાં ઉપયોગમાં લેવાતાં વાસણો, સિક્કા ચોંટેલા છે.

પરિવાર અનુસાર, તેમણે આ દ્યટનાનો વીડિયો બનાવ્યો અને પોતે જિલ્લા તંત્રને આની માહિતી આપી. તંત્ર તરફથી પણ ડોકટર્સની એક ટીમ બુધવારે તપાસ માટે પહોંચી હતી.

(3:56 pm IST)