મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

નિખિલ જૈનનો દાવો

'દેવા તળે દબાયેલી હતી નુસરતઃ હોમ લોન ચુકવવા મે આપી હતી મસમોટી રકમ'

મારુ બેંક સ્ટેટમેન્ટ અને ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ, જે પૂરાવા માટે પુરતા છે

મુંબઇ, તા.૧૧: નુસરત જહાં અને નિખિલ જૈન વચ્ચેનો મામલો દિવસે દિવસે ખરાબ થઇ રહ્યો દિવસે દિવસે તેમનાં સંબંધો અંગે વિવાદ વણસતો જઇ રહ્યો છે. તેમનાં સંબંધોમાં ખટાશ ગત વર્ષથી આવી ગઇ છે. અને ત્યારથી ખબર સામે આવી હતી કે, તેઓ અલગ થવાનો નિર્ણય લઇ રહ્યાં છે. નુસરત અને નિખિલ વચ્ચેની લડાઇ હવે જગજાહેર થઇ ગઇ છે. બંને એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યાં ચે. નુસરત જહાંએ નિખિલ પર તેનાં બેંક અકાઉન્ટમાંથી પૈસા કાઢવાનો આરોપ લગાવ્યો છે. જે બાદ તેણે હાલમાં જ આ મામલે પણ ખુલાસો કર્યો છે.

 નિખિલ જૈન અને નુસરત જહાંનાં સંબંધમાં આવેલી તિરાડ બાદ, નિખિલે હાલમાં જ પોતાનાં પર લાગેલાં આરોપો પર ખુલીને વાત કરી છે

 નિખિલ જૈને હાલમાં જ જે નિવેદન જાહેર કર્યુ છે તેમાં તેણે જણાવ્યું છે કે, નુસરત દ્વારા લગાવવામાં આવેલાં આરોપો નિરાશાજનક છે. તેણે જણાવ્યું કે, લગ્ન બાદ નુસરત હોમ લોનનાં ભારે વ્યાજ હેઠળ દબાયેલી હતી. મે તેતનો આ બોજ ઉતારવા મારા પરિવારનાં અકાઉન્ટ માંથી તેનાં અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતાં.

 તેણે કહ્યું કે, કોઇપણ રકમ તેનાં દ્વારા તેનાં ખાતામાંથી મારા પરિવારનાં ખાતામાં ટ્રાન્સફર થઇ છે તો તે વ્યાજની રકમ છે. મે માણસાઇથી તેને આ રકમ આપી હતી. અને હજુ પણ ઘણી રકમની ચુકવણી બાકી છે

 નિખિલ જૈને કહ્યું કે, તે સમયે મે તેમ વિચારીને પૈસા આપ્યા હતાં કે, બને એટલું જલ્દી EMIના રકમ ભરાઇ જાય અને તેની પાસે જયારે આવે તે પરત આપી દે. તેનાં દ્વારા લગાવવામાં આવેલાં આરોપો અપમાનજનક હોવાની સાથે સાથે અસત્ય પણ છે.   નિખિલે કહ્યું કે, હું તેની આઉટિંગ અંગે જાણીને તુટી ગયો હતો અને એવું લાગતું હતું કે, જાણે મારી સાથે કંઇ ખોટુ થયુ છે

 નિખિલે કહ્યું કે, કોઇને પણ આ વાતનો પુરાવો શોધવાની જરૂર નથી. એક પુરાવો હમેશાં સાથે રહેશે અને તે છે મારા બેંક સ્ટેટમેન્ટ અને ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ જે પૂરાવા માટે પૂરતા છે.

 તેણે કહયું કે, મારા પરિવારે તેને જે પણ આપ્યું ખુલ્લા હાથે દિલથી આપ્યું. તેને દીકરી માનીને આપ્યું. તેઓ નહોતા જાણતા કે આ દિવસ જોવાનો વારો આવશે

 તેણે સ્પષ્ટ કર્યું કે, ૮ માર્ચ, ૨૦૨૧નાં મે મજબૂરીમાં તેનાં વિરુદ્ઘ અલીપુરની સિવિલ કોર્ટમાં અમારા લગ્ન રદ્દ કરવા કેસ દાખલ કર્યો હતો.

 હજુ સુધી આ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. એટલે હું આ મામલે કોઇ જ નિવેદન આપવાથી બચતો હતો. મારા અંગત જીવન અંગે અને આ મામલે સંપૂર્ણ ખુલાસો કરવા હું અસમર્થ છું. પણ તેનાં નિવેદનોને કારણે મારે આ પગલું ઉઠાવવું પડી રહ્યું છે.

(4:01 pm IST)