મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

કેન્દ્રીય કર્મચારીઓ અને પેંન્શનર્સ માટે ખુશખબર, ૨૬ જૂને મળશે DAની ભેંટ

નવી દિલ્હી, તા.૧૧: 7th pay commission અંતર્ગત અંદાજીત ૫૨ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૦ લાખ પેંશર્નસ માટે એ ખુશખબર છે, કે કેન્દ્રીય કર્મચારીઓના ડિયરનેસ એલાઉન્સ અને પેન્શનર્સને મળવા વાળી ડિયરનેશ રિલિઝને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વન્ટનું પ્રતિનિધિત્વ કરવાવાળી બોડી નેશનલ કાઉન્સિલ ઓફ JCMના ૨૬ જૂનના રોજ મહત્વની બેઠક યોજાવાની છે.

National Council of JCMમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનસ ટ્રેનિંગ એટલે કે DoPT અને મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સના અધિકારી શામેલ થાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ૨૬ જૂનને યોજાનારી બેઠકમાં ડિયરનેસ એલાઉન્સ એરિયરને લઈને ચર્ચા યોજાશે. આ જાણકારી નેશનલ કાઉન્સિલ ઓફ JCMની તરફથી આપવામાં આવી છે. આ બેઠકની અધ્યક્ષતા કોબિનેટ સેક્રેટરી કરશે.

National Council of JCMના શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે આ બેઠકનો એજન્ડા સાતમા વેતન આયોગના અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓને મળવા વાળી મોંદ્યવારીના ભથ્થા અને પેંશનર્સને મળવા વાળી ડિયરનેસ રિલીફનું એરિયર છે. તમને જણાવી દઈએ કે કોરોનાને કારણે સરકારે ડિયરનેસ એલાઉન્સ અને ડિયરનેસ રીલિફને ૧ જાન્યુઆરી ૨૦૨૦ થી ફ્રીઝ કરી દીધું હતું.

દરેક ૬ મહિના પર ડિયરનેસ એલાઉન્સ અને ડિયરનેસ રીલીફને લઈને અપડેશન થાય છે. અને તે હિસાબથી ૧ જાન્યુઆરી ૨૦૨૦, ૧ જુલાઈ ૨૦૨૦ અને ૧ જાન્યુઆરી ૨૦૨૧માં તેમાં બદલાવ થવો જોઈએ. મિશ્રાએ જણાવ્યું કે કેબિનેટ સેક્રેટરી અને મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ DA, DR એરિયરને લઈને દ્યણા સકારાત્મક અને સહોયગવાળું રવૈયું હાલ અપનાવી રહ્યું છે.

(4:03 pm IST)