મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

ઉત્તરપ્રદેશના રાજકીય ડખ્ખા પાછળ રાજ્યના બે કટકા કરવાની બાબત હોવાની ચર્ચાઃ નવું પૂર્વાંચલ રાજ્ય બનાવવા હિલચાલ

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ ભાજપમાં કથિત રીતે ઉભા થયેલા કજીયા પાછળ રાજ્યના બે કટકા કરવાનો મામલો હોવાનું કહેવાય છેઃ કેન્દ્રીય નેતાગીરી ઉત્તરપ્રદેશના બે કટકા કરી પૂર્વાંચલને અલગ રાજ્ય બનાવવા સક્રિય બનતા જ યોગી આદિત્યનાથ નારાજ થયા હોવાનું કહેવાય છેઃ અત્રે એ નોંધનીય છે કે, જ્યારે માયાવતી મુખ્યમંત્રી હતા ત્યારે પણ રાજ્યને ચાર ભાગોમાં વહેચવાની કવાયત હાથ ધરવામાં આવી હતી પરંતુ ખીચડી પાકી નહોતીઃ હવે ફરી એક વખત પૂર્વાંચલને અલગ રાજ્ય બનાવવાની માંગ ઉઠી છેઃ આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનો હાઇકમાન્ડ યુપીનું વિભાજન કરી અલગ પૂર્વાંચલ રાજ્ય બનાવવા વિચાર કરી રહ્યુ છેઃ એ.કે. શર્માને યુપી મોકલવા પાછળનો આ જ હેતુ હોવાનું કહેવાય છેઃ જો પૂર્વાંચલ અલગ રાજ્ય બને તો ગોરખપુર નવા રાજ્યનો હિસ્સો બને તે યોગીનો ગઢ છેઃ જો કટકા થાય તો પૂર્વાંચલમાં ૨૩ થી ૨૫ જિલ્લા અને ૧૨૫ વિધાનસભા બેઠકો હોઇ શકે છે

(4:03 pm IST)