મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

ફેસબુક, વોટસએપ અને ઇન્સ્ટાગ્રામ ઠપ્પ : ભારત સહીત દુનિયાના ઘણા દેશોના યુઝર્સને મુશ્કેલી

અડધા કલાક બાદ જ્યારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સર્વિસ ચાલું થઇ

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક. વોટસએપ અને ઇન્સ્ટાગ્રામએ  શુક્રવારે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું, આ સર્વિસ ડાઉન થવાથી ભારત સહિત દુનિયાનાં ઘણા દેશોમાં યુઝર્સને મુશ્કેલી સહન કરવી પડી, લગભગ અડધો કલાક આ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ બંધ રહ્યા, જોત જોતામાં ફરિયાદો શરૂ થઇ ગઇ.

ટ્વિટર પર લોકોએ આ અંગે ફરિયાદોનો મારો ચલાવ્યો, અને આ દિવસ સોશિયલ મિડિયાનો બ્લેક ફ્રાઇડે બની ગયો, જો કે અડધા કલાક બાદ જ્યારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સર્વિસ ચાલું થઇ ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો.

ફેસબુકની આ તમામ એપ્સમાં સમસ્યા ભારતીય સમય અનુસાર રાત્રે 11.05 મિનિટથી શરૂ થઇ ગઇ, જો કે કંપની તરફથી કોઇ સ્ટેટમેન્ટ આવ્યું નથી. WhatsApp અને Instagram અડધો કલાક બંધ રહ્યા હતાં, જો કે ફેશબુક એપની અન્ય સર્વિસ કામ કરી રહી હતી, જો કે WhatsApp અને Instagram મોટાભાગનાં યુઝર્સ માટે સંપુર્ણ બંધ રહ્યા.

WhatsApp, Facebook અને Instagramની સર્વિસ રાત્રે લગભગ 12 વાગ્યે ચાલું થઇ હતી  આ ત્રણેય સોશિયલ મિડિયા પ્લેટફોર્મનાં માલિક માર્ક ઝકરબર્ગ છે, ત્રણેય એક સાથે ડાઉન થવાથી ટ્વિટર પર માર્ક ઝકરબર્ગ ટ્રેંડ થવા લાગ્યું.

(7:06 pm IST)