મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

ન્યૂયોર્કમાં એક સોનાના સિક્કાની ખરીદી માટે ૧૩૮ કરોડ રૂપિયાની બોલી લાગી

એક દુર્લભ ટિકિટ પણ ૬૦ કરોડમાં નીલામ થઇ.

ન્યૂયોર્ક : જૂના સિક્કા સંગ્રહ કરવાનો શોખ ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. રોયટર્સના અહેવાલ મુજબ અમેરિકાના ન્યૂયોર્કમાં લગભગ ૨૦ ડોલર એટલે કે ૧૪૦૦ રૂપિયાના સિક્કાની આટલી મોટી હરાજી થશે તેનો અંદાજો પણ લગાવવો મુશ્કેલ છે. જોવામાં સાધારણ સોનાના સિક્કાની હરાજીની રકમ પણ વધતી ગઇ. આ સોનાનો સિક્કો ૧૩૮ કરોડ રૂપિયામાં નીલામ થયો. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે એક દુર્લભ ટિકિટ પણ ૬૦ કરોડમાં નીલામ થઇ.રિપોર્ટના મતે આ સોનાનો સિક્કો ૧૯૩૩માં બન્યો હતો.

જેની બંને બાજુ ઇગલની આકૃતિ હતી. આ સિક્કાની એકબાજુ ઉડતું ગરૂડ છે તો બીજી બાજુ આગળ વધતા લિબર્ટીની આકૃતિ છે. આ સિક્કો શૂ ડિઝાઇનર અને કલેકટર સ્ટુઅર્ટ વીટસમેન દ્વારા વેચાયો છે. જો કે આ સિક્કો કોણે અને કેમ ખરીદ્યો તેનો કોઇ ખુલાસો કરાયો નથી.કાયદાકીય રીતે ડબલ ઇગલનો આ સિક્કો અત્યાર સુધી ખાનગી હાથોમાં હતો. એવી સંભાવના વ્યકત કરાય રહી હતી કે ર્જીંરીહ્વઅ ટ્ઠેષ્ઠર્ૈંહમાં નીલામ કરાયેલ આ સિક્કો ૭૩ કરોડથી ૧૦૦ કરોડની વચ્ચે વેચાય શકે છે પરંતુ મંગળવારના રોજ જ્યારે નીલામી શરૂ થઇ તો હરાજીએ બધાના હોંશ ઉડાડી દીધા. જોત જોતામાં જ આ સિક્કાની કિંમતે કરોડોમાં પહોંચીને રેકોર્ડ કાયમ કરી દીધો.

(11:18 pm IST)