મુખ્ય સમાચાર
News of Thursday, 11th August 2022

વિડીયો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાનને વેગ આપતું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલીવુડના દિગ્ગજ સંગિતકાર પંકજ ભટ્ટ - જાણીતી પ્લેબેક સિંગર ચૈતાલી છાયા અને લોકગાયક નારાયણ ઠાકર નું ''મેરા સ્વાભિમાન તિરંગા - હર ઘર તિરંગા'' આલ્બમ યુ-ટયુબ ઉપર મચાવી રહ્યુ છે ધૃમ

ઈન્સ્ટાગ્રામ પર પણ આ ગીત ઉપલબ્ધ હોઈ તેની વધુને વધુ રીલ બનાવી શેર કરવાની સૌ કલાકારોએ કરી છે અપિલ

રાજકોટ : આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન હેઠળ વડાપ્રધાન શ્રી મોદી એ દરેક ભારતિયને આ વખતે ૧૩ ઓગષ્ટ થી ૧૫ ઓગષ્ટ, ૩-દિવસ ઘરે ઘરે તિરંગો લહેરાવાની અપિલ કરી છે. શ્રી મોદી ના આ અભિયાનને સપોર્ટ કરવા માટે અને લોકોની રાષ્ટ્રભાવના વધુ પ્રબળ બને એ માટે ગુજરાતનાં અને બોલીવુડનાં ખ્યાતનામ મ્યુઝિક ડાયરેકટર પંકજભાઈ ભટ્ટને એવો વિચાર આવ્યો કે, કોઈ એક એવુ રાષ્ટ્રભકિતવાળું ગીત બનાવીએ કે જે, ઘરે ઘરમાં ગુંજે અને વધારેને વધારે લોકોને આ અભિયાન સાથે જોડી શકાય.

તેના પરિણામ સ્વરૂપ પંકજભાઈ ભટ્ટ એ ''હર ઘર તિરંગા મેરા સ્વાભિમાન તિરંગા'' ગીત કમ્પોઝ કર્યું અને મુંબઈ સ્થિત ગુજરાતની જાણીતી પ્લેબેક સિંગર ચૈતાલી છાયા અને લોકગાયક નારાયણ ઠાકરના અવાજમાં તેને રેકોર્ડ કર્યુ. તેમના આ વિચારને રાજકોટ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોશીયેશનના ડી.વી. મહેતા, ન્યુ એરા સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી અજયભાઈ પટેલ, જતીનભાઈ ભરાડ વગેરેએ ઉપાડી લીધેલ અને રાજકોટની જીનીયસ સ્કૂલ, ન્યુ એરા સ્કૂલ, ભરાડ સ્કૂલ અને ઉત્કર્ષ સ્કૂલ ના બાળકોએ ઉત્સાહપૂર્વક અને પ્રચંડ રાષ્ટ્રભકિતની ભાવનાથી આ ગીતની વિડીયોગ્રાફીમાં ભાગ લીધો.

આ ગીત Chaitalee Chaaya યુ-ટયુબ ચેનલ અને ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્ય છે. ચૈતાલી છાયાએ રાષ્ટ્રભકિતથી છલોછલ આ ગીતને શકય એટલું શેર કરવા અને જયારે લોકો પોતાની ઘરે તિરંગાની સ્થાપના કરે ત્યારે એની વિડીયોગ્રાફી કરી અને ઈન્સ્ટાગ્રામ પર પણ આ ગીત ઉપલબ્ધ હોઈ તેની વધુને વધુ રીલ બનાવી શેર કરવાની અપિલ કરી છે. આ ગીતનાં રાષ્ટ્રભાવના પ્રબળ બનાવનાર શબ્દો શ્રી કિશોર ભટ્ટે લખેલ છે અને પ્રોગ્રામીંગ કશ્યપ ઉપાધ્યાયે કરેલ છે.

(7:45 pm IST)