મુખ્ય સમાચાર
News of Thursday, 11th August 2022

બર્મિંગહામમાં જઈ 313 કિલો વજન ઉપાડી ભારતનું નામ રોશન કરનાર અંચિતા શેઉલીની દુખભરી દાસ્તા !!

ગોલ્ડ મેડલ અને ટ્રોફી માતાની ફાટેલી સાડીમાં લપેટી રાખવામાં આવી : માતાએ કહ્યું - પુત્રના મેડલ અને ટ્રોફી બે રૂમના ઘરમાં સૂવાના ખાટલાની નીચે રાખ્યા

નવી દિલ્લી તા.10 : બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કરનાર યુવાન ગરીબાઈની રેખા હેઠળ જીવે છે. અંચિતા શેઉલીના મેડલ અને ટ્રોફી માતાની ફાટેલી સાડીમાં લપેટી રાખવામાં આવી છે.

શેઉલીની માતાએ જણાવ્યું કે તેમના પુત્રના મેડલ અને ટ્રોફી બે રૂમના ઘરમાં સૂવાના ખાટલાની નીચે રાખવામાં આવી છે. શેઉલીનું ઘર પશ્ચિમ બંગાળના દેયુલપુરમાં છે. જ્યારે અજિંતા શેઉલી કોમનવેલ્થ ગેમ્સમાંથી ઘરે પરત ફર્યો ત્યારે તેની માતા પૂર્ણિમા શેઉલીએ આ તમામ ટ્રોફી અને મેડલ નાના સ્ટૂલ પર રાખ્યા હતા.


શેઉલીની માતાએ તેના નાના પુત્રને આ તમામ મેડલ અને ટ્રોફી રાખવા માટે એક કબાટ ખરીદવા કહ્યું છે. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, તેની માતાએ કહ્યું કે મને ખબર હતી કે જ્યારે તેનો પુત્ર આવશે, ત્યારે પત્રકારો અને ફોટોગ્રાફરો ઘરે આવશે, તેથી જ પુત્રના તમામ મેડલ અને ટ્રોફી સ્ટૂલ પર સજાવટ કરવામાં આવી હતી. મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે મારો પુત્ર દેશ માટે ગોલ્ડ જીતશે.

અંજિતાના પિતાનું 2013 માં નિધન થયું હતું. આ પછી તેની માતાએ તેના બંને બાળકોને ઉછેરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અચિંતની માતાએ કહ્યું કે ઘરની બહાર એકઠા થયેલા લોકોને જોઈને લાગે છે કે સમય બદલાઈ ગયો છે. બાળકોના ઉછેરમાં પડતી મુશ્કેલીઓ વિશે વાત કરતાં તેણીએ કહ્યું કે ક્યારેક હું તેમનું પેટ પણ નથી ભરી શકતી. ઘણી વખત બંને પુત્રો ખાધા વિના સૂઈ ગયા.

ભારતીય ચેમ્પિયન અજિંતા શેઉલીની માતાએ કહ્યું કે તેના બાળકોને સાડી પર ઝરી વર્ક કરવા ઉપરાંત વસ્તુઓ લોડિંગ અને અનલોડ કરવાનું કામ પણ કરવું પડતું હતું. આટલી મુશ્કેલીઓ છતાં બંનેએ વેઈટલિફ્ટિંગ કરવાનું ચાલુ રાખ્યું. તેણે કહ્યું કે મારી પાસે બંનેને કામ પર મોકલવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જો મેં આ ન કર્યું હોત તો અમારું જીવવું મુશ્કેલ બની ગયું હોત. આમ પિતાની છત્ર છાયા ગુમાવ્યા બાદ શેઉલીએ ખૂબ જ સંઘર્ષથી જીવન જીવીને બર્મિંગહામ સુધી પહોંચી શક્યો અને સફળતા મેળવી છે.

 

(11:08 pm IST)