મુખ્ય સમાચાર
News of Wednesday, 10th August 2022

કોમનવેલ્થ ગેમ્સ ક્રિકેટમાં સિલ્વર મેડલ વિજેતા બે મહિલા ક્રિકેટરનું વડોદરામાં થયું શાનદાર સ્વાગત

ક્રિકેટર રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયાનું ભવ્ય સ્વાગત: BCAના હોદ્દેદારો અને ક્રિકેટ રસિકોએ ઢોલ નગારા અને ડી.જેના તાલે ખેલાડીઓને આવકાર્યા

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ક્રિકેટમાં સિલ્વર મેડલ વિજેતા બે મહિલા ક્રિકેટર પણ વડોદરા પહોંચી છે. ક્રિકેટર રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયાનું ભવ્ય સ્વાગત કરાયું. BCAના હોદ્દેદારો અને ક્રિકેટ રસિકોએ ઢોલ નગારા અને ડી.જેના તાલે ખેલાડીઓને આવકાર્યા હતા. સાથે જ એરપોર્ટથી એરપોર્ટ સર્કલ સુધી રોડ શો પણ યોજ્યો હતો. મહત્વનું છે કે, ભારતીય મહિલા ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયા બંનેનું સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે.

કોમનવેલ્થ ગેમ્સમાંથી ગોલ્ડ મેડલ જીતી સુરતનો ‘ગોલ્ડન બોય’ હરમીત દેસાઈ વતન પહોંચી ગયો હતો, ત્યારે સુરત એરપોર્ટ પર હરમીત દેસાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટેબલ ટેનિસમાં હરમિતે ટીમ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. સુરત એરપોર્ટ પર પહોંચતાની સાથે જ હરમીતના પરિવારજનો અને મિત્રોએ ભારત માતા કી જયના નારા સાથે હરમીતને આવકાર્યો હતો તો હરમીતે પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. હરમીતે કહ્યું કે, હવે તેનો ગોલ ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થઈ ભારત માટે મેડલ લઈ આવવાનો છે.

(1:19 am IST)