મુખ્ય સમાચાર
News of Thursday, 11th August 2022

દેશ ભક્‍તિવાલા ખાના

ગોરખપુરમાં એક રેસ્‍ટોરાંએ કેન્‍દ્રના આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણીને અનુરૂપ વિશેષ તિરંગા મેનુ રજૂ કર્યું હતું

ગોરખપુર તા. ૧૧ : ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક રેસ્‍ટોરાંએ કેન્‍દ્રના આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણીને અનુરૂપ વિશેષ તિરંગા મેનુ રજૂ કર્યું હતું. આ વાનગીઓનો મૂળ હેતુ તિરંગાના રંગોને રજૂ કરવાનો તેમ જ લોકોને દેશભક્‍તિના રંગે રંગવાનો પ્રયાસ કરવાનો છે. ગ્રાહકો માટે જોવામાં સુંદર અને લોભામણી તેમ જ મનને લલચાવનારી આ ડિશ રજૂ કરનારી રેસ્‍ટોરાંના સંચાલક નીતીશ શુક્‍લાએ કહ્યું હતું કે આમ કરવા પાછળનો મુળ હેતુ કાંઈક હટકે કરવાનો હતો.

નીતીશનું કહેવું છે કે તે આર્મી બેકગ્રાઉન્‍ડમાંથી આવે છે, તેથી આ વર્ષે કંઈક અલગ કરવાનું વિચારીને અમારી વાનગીઓ ગ્રાહકો સમક્ષ આપણા તિરંગાના સ્‍પર્શ સાથે રજૂ કરવામાં આવી છે. આમ કરીને અમે આ વર્ષના આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીમાં સહભાગી થઈ રહ્યા છીએ. ભારતની આઝાદીની પ્‍લેટિનમ જયુબિલીની ઉજવણી કરવા માટે સરકારે ગયા મહિને ‘હર ઘર તિરંગા' અભિયાનની જાહેરાત કરી હતી.

(4:24 pm IST)