મુખ્ય સમાચાર
News of Thursday, 11th August 2022

રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાનું નિયમન કરવા માટે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી : અશ્વિની ઉપાધ્યાય દ્વારા કરાયેલી અરજીમાં ચૂંટણી સમયે મફત વસ્તુઓનું વચન આપનાર રાજકીય પાર્ટીની માન્યતા રદ કરવા માંગણી : અમે રાજકીય પક્ષોની નોંધણી રદ કરવાના મતમાં નથી : કારણ કે આ બાબત લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે : ચીફ જસ્ટિસ એન.વી.રમનાનું મંતવ્ય : વધુ સુનાવણી 17 ઓગસ્ટના રોજ

ન્યુદિલ્હી : રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાનું નિયમન કરવા માટે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.ભાજપ અગ્રણી અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા કરાયેલી અરજીમાં ચૂંટણી સમયે મફત વસ્તુઓનું વચન આપનાર રાજકીય પાર્ટીની માન્યતા રદ કરવા માંગણી કરાઈ છે.જેના જવાબમાં ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ જણાવ્યું હતું કે અમે રાજકીય પક્ષોની નોંધણી રદ કરવાના મતમાં નથી કારણકે આ બાબત લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે .વધુ સુનાવણી 17 ઓગસ્ટના રોજ રાખવામાં આવી છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) NV રમના અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બનેલી બેંચે કહ્યું કે આવી વિનંતીને સ્વીકારવી એ લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ જશે અને તેને મંજૂરી આપી શકાય નહીં. હું રાજકીય પક્ષની નોંધણી રદ કરવાના ક્ષેત્રમાં પ્રવેશવા માંગતો નથી તેવું ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ જણાવ્યું હતું.

અદાલત ભાજપ નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા જાહેર હિતની અરજી (પીઆઈએલ) પર સુનાવણી કરી રહી હતી, જેમાં કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાનું નિયમન કરવા અને આવા ઢંઢેરામાં આપેલા વચનો માટે જવાબદાર પક્ષોને પગલાં લેવાના નિર્દેશોની માંગણી કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતી ફ્રીબીઝને નિયંત્રિત કરવાની જરૂર છે અને જ્યાં સુધી વિધાનસભા આ અંગે કાયદો ઘડે નહીં ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ આગળ વધી શકે છે અને કંઈક મૂકી શકે છે.

"અમે (કેન્દ્ર) એક સમિતિની દરખાસ્ત કરી રહ્યા છીએ -જેમાં લાભાર્થીઓ, કેન્દ્ર સરકારના સચિવ, રાજ્ય સરકારોના સચિવો, દરેક રાજકીય પક્ષના પ્રતિનિધિઓ, નીતિ આયોગના પ્રતિનિધિ, આરબીઆઈ, નાણા આયોગ, રાષ્ટ્રીય કરદાતા સંઘ, ઉદ્યોગ અને તણાવગ્રસ્ત સેક્ટર જે ફ્રિબી ને ટેકો આપે છે, તેવું એસજીએ જણાવ્યું હતું.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે આ કેસમાં એક જટિલ મુદ્દો છે જેનો નિર્ણય નક્કર ડેટાના આધારે જ લઈ શકાય છે.17 ઓગસ્ટે આ કેસની ફરી સુનાવણી થશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:56 pm IST)