મુખ્ય સમાચાર
News of Thursday, 11th August 2022

ક્રિમિનલ જસ્ટિસ 3ને લઈ પંકજ ત્રિપાઠીનો ખુલાસો : પોતાના પાત્ર વિષે માહિતી આપી

મને ક્રિમિનલ જસ્ટિસ સિરીઝમાં દરેક સિઝનમાં તે પાત્રોને શોધવાનો વિશેષાધિકાર મળ્યો છે. નવી સીઝનમાં, તે એક નવું સાહસ શરૂ કરે છે : અભિનેતા

મુંબઈ તા.11 : પંકજ ત્રિપાઠી એક દાયકા કરતાં વધુ સમય સુધી મહેનત કર્યા પછી હિન્દી ફિલ્મ જગતમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. પંકજ ત્રિપાઠી તેમની સાદગી સાથે ફરી એકવાર ક્રિમિનલ જસ્ટિસની નવી સીઝન સાથેOTT પ્લેટફોર્મપર પાછા આવી રહ્યા છે. જેમાં માધવ મિશ્રા ઉર્ફે પંકજ ત્રિપાઠી ફરી એકવાર ક્રિમિનલ જસ્ટિસ દ્વારા એક નિર્દોષનો જીવ બચાવતા જોવા મળશે.

આ વખતે શ્વેતા બાસુ પ્રસાદ અને આદિત્ય પણ પંકજ ત્રિપાઠી સાથે સિરીઝમાં જોવા મળશે. પંકજ ત્રિપાઠીના રોલને લઈને સૌથી વધુ ઉત્સાહિત દર્શકો છે. પંકજ ત્રિપાઠીએ મીડિયા સાથેની વાતચીતમા  જણાવ્યુ કે, આ વખતે તેમના પાત્રમાં શું ખાસ હશે?

શોની નવી સીઝન પર બોલતા, ગૌરવ બેનર્જીએ, હેડ કન્ટેન્ટ, ડિઝની સ્ટાર, ડિઝની પ્લસ હોટસ્ટાર અને HSM એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક જણાવ્યું હતું કે, “ક્રિમિનલ જસ્ટિસ એક માર્કી શો છે જે આપણા બધા માટે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા કરે છે. છેલ્લી બે સીઝનનો જબરજસ્ત પ્રતિસાદ સાબિત કરે છે કે કેવી રીતે શોની સમજદાર વાર્તા પ્રેક્ષકો સાથે મજબૂત રીતે પડઘો પાડે છે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર સૌથી વધુ જોવાયેલી સિરીઝોઓમાંની એક તરીકે, અમે દર્શકો સમક્ષ માધવ મિશ્રાની ક્રિમિનલ જસ્ટિસ સાથે ન્યાય માટેની લડતનો નવો અધ્યાય લાવવા માટે ઉત્સાહિત છીએ

ક્રિમિનલ જસ્ટિસ અધુરી સચની ત્રીજી સિઝન આવતા મહિને ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવા જઈ રહી છે. પંકજ ત્રિપાઠીની આ વેબ સિરીઝનું ટ્રેલર સામે આવ્યું છે.અભિનેતા પંકજ ત્રિપાઠી આ સિરીઝની નવી સીઝન માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ અંગે વાત કરતા પંકજ ત્રિપાઠીએ કહ્યું કે, એક અભિનેતા તરીકે હું હંમેશા અલગ-અલગ પ્રકારની વાર્તાઓનો ભાગ બનવા માંગતો હતો. માધવ મિશ્રાના પાત્ર સાથે, મને હોટસ્ટાર સ્પેશિયલ્સની ક્રિમિનલ જસ્ટિસ સિરીઝમાં દરેક સિઝનમાં તે પાત્રોને શોધવાનો વિશેષાધિકાર મળ્યો છે. નવી સીઝનમાં, તે એક નવું સાહસ શરૂ કરે છે, જ્યાં તે આપણા કાયદાની મર્યાદાઓ પર સવાલ ઉઠાવે છે. આ સિઝનમાં જોવા માટે ઘણું બધું છે, માધવ મિશ્રા તેમના ગ્રાહકોની કાનૂની લડાઈમાં વધુ ઊંડા ઉતરે છે.

(8:27 pm IST)