મુખ્ય સમાચાર
News of Thursday, 11th August 2022

સોસાયટીમાં ભાજપના નેતા પર જમીન પચાવવાનો આરોપ

વારાણસીમાં પણ નોઈડા જેવી ઘટનાથી ચકચાર ઃ અખંડ સિંહ મહિલાઓને ધમકાવતો હોવાનુ પણ બહાર આવ્યું, તંત્રે નેતાના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું

નવી દિલ્હી, તા.૧૧: નોઈડામાં ભાજપના નેતા શ્રીકાંત ત્યાગીએ મહિલા સાથે ગાળાગાળી કર્યાની ઘટનાના પડઘા હજી શમ્યા નથી ત્યાં તો વારાણસીમાં પણ ત્યાગીવાળી થઈ છે. વારાણસીની એક સોસાયટીમાં મહિલાઓએ ભાજપના નેતા અખંડ સિંહ પર સોસાયટીની જમીન પચાવી પાડવાનો આરોપ લગાવ્યો હતો અને સાથે સાથે તે મહિલાઓને ધમકાવતો હોવાનુ પણ બહાર આવ્યુ હતુ.

એ પછી વારાણસીના તંત્ર દ્વારા ભાજપના નેતાએ કરેલા ગેરકાયદે બાંધકામ પણ બુલડોઝર ફેરવી દીધુ છે.

મહિલાઓે આરોપ લગાવ્યો હતો કે, અખંડ સિંહ અમારો પીછો પણ કરતો હતો. મહિલાઓએ અખંડ સિંહે બનાવેલી ગેરકાયદે ઓફિસ સામે દેખાવો પણ કર્યા હતા. ભાજપના નેતાએ આ જમીન પર ૨૫ વર્ષથી કકબ્જો જમાવી રાખ્યો હતો.

પહેલા ત્યાં કાર પાર્કિંગ હતુ અને આ જમીનના દસ્તાવેજો પણ ભાજપના નેતા પાસે નહોતા. વારાણસીના તંત્રે પણ ભાજપના નેતાએ જમીન પચાવી પાડી હોવાનુ સ્વીકારીને બાંધકામ તોડી પાડવા માટે નોટિસ આપી હતી પણ ભાજપના નેતાએ બાંધકામ નહીં તોડતા તંત્રે બુલડોઝર ફેરવી દીધુ હતુ.

 

 

(9:59 pm IST)