મુખ્ય સમાચાર
News of Thursday, 11th August 2022

સલમાન ખાને નૌસેનાના જવાનો સાથે ઉજવણી કરી

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીઃ જવાનો સાથે અભિનેતા સલમાને તિરંગો પણ લહેરાવ્યો હતો અને રસ્સી ખેંચની રમતમાં પણ ભાગ લીધો હતો

નવી દિલ્હી, તા.૧૧ : દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. બોલીવૂડ સુપર સ્ટાર સલમાનખાને તેની અલગ જ અંદાજમાં ઉજવણી કરી છે. સલમાન ખાન વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌસેનાના જવાનો સાથે આઝાદીના ૭૫ વર્ષ સેલિબ્રેટ કરવા માટે પહોંચ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં સલમાન ખાન નેવીના જવાનો સાથે પુશ અપ્સ કરતો, ઓટોગ્રાફ આપતો અને કિચનમાં રોટલી બનાવતો દેખાઈ રહ્યો છે. જવાનો સાથે સલમાને તિરંગો પણ લહેરાવ્યો હતો અને રસ્સી ખેંચની રમતમાં પણ ભાગ લીધો હતો.

સલમાનખાને પોતાની ફિલ્મના ગીતો પર જવાનો સાથે ડાન્સ પણ કર્યો હતો. સલમાન ખાને આખો દિવસ નેવીના જવાનો અને અધિકારીઓ સાથે વીતાવ્યો હતો.

 

(10:00 pm IST)