મુખ્ય સમાચાર
News of Wednesday, 12th January 2022

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આવ્યો અજીબ કેસ

જેલમાં રહેલા પતિ સાથે સંબંધ બાંધીને બાળક પેદા કરવા દોઃ પત્ની પહોંચી હાઈકોર્ટ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક મહિલાએ અરજી કરીને એવી માગ કરી કે જેલમાં સજા કાપી રહેલા પતિ સાથે સંબંધ બનાવીને બાળક પેદા કરવા માંગે છે

ચંદીગઢ,તા. ૧૨: કયારેક કયારેય એવા કેસ આવી જતા હોય છે કે ખુદ હાઈકોર્ટને પણ ખબર પડતી નથી કે શું ચુકાદો આપવો. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની સામે આવા જ એક કેસ આવ્યો. એક અલગ કેસ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આવ્યો છે. આ કેસમાં પત્નીએ જેલની સજા ભોગવી રહેલા પતિ સાથે સેકસ સંબંધ બાંધીને બાળક પેદા કરવાની મંજૂરી માગી.

અરજી દાખલ કરતાં પત્નીએ કહ્યું હતું કે, તેના પતિને હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. તેના પતિ ૨૮ ઓગસ્ટ, ૨૦૧૮થી ગુરુગ્રામની ભોંડસી જેલમાં બંધ છે. ફરિયાદી મહિલાએ કહ્યું કે હું હવે વંશ વધારવા માગું છે. પતિ સાથે સેકસ સંબંધ બાંધવાની મંજૂરી આપો, આ રીતે મારે મારો વંશ આગળ વધારવો છે. તેણે કહ્યું કે  બંધારણ દરેક વ્યકિતને જીવન અને સ્વતંત્રતાનો અધિકાર આપે છે. આ અધિકારોમાં વંશ વધારવાનો અધિકાર પણ શામેલ છે. જેલની સજા દરમિયાન પણ આ અધિકાર છીનવી શકાતો નથી. જસવીર સિંહ વિરુદ્ઘ પંજાબ સરકારના કેસનો ઉલ્લેખ કરતાં ફરિયાદી મહિલાએ કહ્યું કે  આ કેસમાં પતિ-પત્ની બંને જેલમાં હતા અને નિઃસંતાન હતા. તેમણે બાળક ને સંતાન મેળવવા માટે હાઈકોર્ટ પાસેથી પરવાનગી માંગી હતી.

આવો કેસ આવતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ મૂંઝવણમાં મુકાઈ છે અને હાઈકોર્ટે હરિયાણા સરકારને પૂછ્યું છે કે શું સરકારની આવી કોઈ નીતિ છે? નિયમિત સુનાવણી શરૂ થયા બાદ હરિયાણા સરકાર તેના પર વલણ અપનાવશે.હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે શું કોઈને કસ્ટડીના કિસ્સામાં વંશ વધારવાનો  અધિકાર આપી શકાય છે. હાઈકોર્ટનો જવાબ પોઝિટીવ હતો અને કોર્ટે સરકારને આ મુદ્દે જરૂરી નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે હરિયાણા સરકારને પૂછ્યું હતું કે શું રાજયમાં આવી કોઈ પોલિસી અસ્તિત્વમાં છે, જો નહીં, તો શું આ દિશામાં કોઈ કાનૂની પગલાં લઈ શકાય છે. મંગળવારે જયારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે, હાલ નિયમિત સુનાવણી થઈ રહી નથી. હાઈકોર્ટે સુનાવણી ૨૭ જાન્યુઆરી નક્કી કરી હતી અને કહ્યું હતું કે ફકત નિયમિત બેંચ જ અરજી પર સુનાવણી કરશે. (

(10:03 am IST)