રાજસ્થાનની હૈયું હચમચાવતી ઘટના
રાતે ફલાયઓવર પરથી સંભળાયા ડૂસકાં : પોલીસે જોયું તો સગીરાના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું
બાળકી માનસિક અસ્થિર જણાઈઃ તેના પરિવારજનો વિશે કોઈ માહિતી ન મળી
નવી દિલ્હી, તા.૧૨: રાજસ્થાનના અલવર ખાતેથી એક એવી ઘટના સામે આવી છે જેનાથી ફરી એક વખત માનવતા શરમમાં મુકાઈ છે. આ બિભત્સ ઘટના તિજારા ફલાયઓવર ખાતેની છે જયાં મોડી રાતે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને એક બાળકી સાથે દુષ્કર્મની સૂચના મળી હતી. પોલીસ જયારે ઘટના સ્થળે પહોંચી ત્યારે માસૂમ બાળકીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું.
પોલીસે ગંભીર અવસ્થામાં રહેલી સગીરાને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી જયાં આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે મોડી રાત સુધી સગીરાની કોઈ ઓળખ સામે નથી આવી.ᅠ
એસપી તેજસ્વી ગૌતમના કહેવા પ્રમાણે રાતે આશરે ૯ કલાકે એવી સૂચના મળી હતી કે, તિજારા ફલાયઓવર પર કોઈક એક સગીરાને ફેંકી ગયું છે. ત્યાર બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જોયું કે, સગીરાના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે તે બાળકી માનસિક રીતે વિકલાંગ જણાય છે અને તેના પરિવારજનો વિશે કોઈ માહિતી નથી મળી.