મુખ્ય સમાચાર
News of Wednesday, 12th January 2022

પ્રિયંકા ગાંધીનો જન્મદિનઃ પતિ રોબર્ટ વાડ્રાની ભાવુક પોસ્ટ

નવી દિલ્હી, તા.૧૨: યુપી કોંગ્રેસની ચૂંટણી કમાન સંભાળી રહેલ પ્રિયંકા ગાંધીનો આજે જન્મદિવસ છે. તેઓ ૫૦ વર્ષના થયા છે. રાજકીય પરિવારનો વારસો આગળ વધારી પ્રિયંકા સક્રીય રાજકારણમાં જોડાયેલ. આજે પ્રિયંકા ગાંધીને પતિ રોબર્ટ વાડ્રા દ્વારા ભાવુક રીતે અભિનંદન આપ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં વાડ્રાએ લખ્યુ કે, હેપ્પી બર્થ ડે પ્રિયંકા, આ તમારો મોટો દિવસ છે. બધા વર્ષોના અનુભવ સાથે તમે પહેલાથી વધુ અનુભવી છો. તમારા સારા સ્વાસ્થ્ય, સ્નેહ અને આવનાર દિવસોમાં વધુ શકિત મળે અને આવનાર વર્ષો માટે શુભકામનાઓ. તમે મારી ખુશી,  ઉત્સાહ અને શકિત છો. તમે હમેંશાની જેમ હસતા અને ચમકતા રહો.

પ્રિયકા ગાંધી પોતાનો જન્મદિવસ ઉજવવા માટે ગઇકાલે પરિવાર સાથે રણથંભોર પહોંચ્યા હતા. તેઓ શેર બાધ હોટલમાં રોકાયા હતા. હજી બે દિવસ પહેલા જ રાહુલ ગાંધી પણ વિદેશ પ્રવાસથી ભારત પરત ફર્યા છે.

(3:44 pm IST)