મુખ્ય સમાચાર
News of Wednesday, 12th January 2022

મુંબઈમાં 4 દિવસ બાદ ફરી કોરોનાએ ફૂફાડો માર્યો : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,420 કેસ નોંધાયા

છેલ્લા ચાર દિવસની રાહત બાદ મુંબઈમાં કોરોનાના કેસમાં 40 ટકાનો ઉછાળો

 

મુંબઈ : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના કેસમાં 40 ટકાનો ઉછાળો આવ્યો છે. મંગળવારે મુંબઈમાં કોરોનાના 11,647 કેસ હતા જે બુધવારે 40 ટકાનો વધારો થતા આંકડો 16,420  થયો છે. સતત ચાર દિવસની રાહત બાદે આજે થયેલો વધારો ચિંતાજનક છે. બીએમસી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર બુધવારે પોઝિટિવીટી રેટ 24.38 ટકા રહ્યો હતો

મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું હતું કે પોઝિટિવીટી રેટ વધશે કારણ કે કેન્દ્રએ હવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફક્ત લક્ષણાત્મક દર્દીઓની તપાસ કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે આવા મોટાભાગના દર્દીઓ કોરોના પોઝિટિવ હોવાની શક્યતા છે, તેથી પોઝિટિવીટી રેટ વધશે. બુધવારે મ્યુનિસિપલ વિસ્તારમાં 67,339 ટેસ્ટિંગ કરાયા હતા. 

મેયર કિશોરી પેડનેકરે બુધવારે જણાવ્યું હતું કે શહેરમાં કોવિડ-19 કેસોની સંખ્યા ધીમી પડી રહી છે અને તેના નાગરિકોને રસી લેવાની અપીલ કરી હતી. મેયરની ઓફિસ દ્વારા જાહેર કરાયેલા રેકોર્ડ કરેલા વીડિયો સંદેશમાં પેડનેકરે જણાવ્યું હતું કે કોવિડ-19ને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 94 ટકા લોકોને ફેબ્રુઆરી 2021થી રસી આપવામાં આવી નથી.

(9:24 pm IST)