દેશમાં કોરોના કેસમાં ભયાનક ઉછાળો : રોજ નવા રેકોર્ડબ્રેક કેસ : છેલ્લાં 24 કલાકમાં 1.56 લાખથી વધુ નવા કેસ ,એક્ટિવ કેસ 11.89 લાખને પાર :કુલ કેસ 1.35 કરોડના આંકને પાર પહોંચ્યા : વધુ 758 લોકોના મોત
મહારાષ્ટ્ર માં સૌથી વધુ 63,294 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 15,276 કેસ, દિલ્હીમાં 10,774 કેસ, કર્ણાટકમાં 10,250 કેસ,રાજસ્થાન , ગુજરાત અને મધ્યપ્રદેશમાં 5 હજારથી વધુ કેસ નોંધાયા :
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક 1.56 લાખથી વધુ નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે
એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 758 લોકોના મોત નિપજ્યા છે આ સાથે એક્ટિવ સંખ્યા પણ 11 ,89 લાખને પાર પહોંચી છે એક જ દિવસમાં 1.56 ,351 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1.35,11,816 થઇ છે છેલ્લા 24 કલાકમાં 68,504 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે આ સાથે 1.21,46,837 લોકોએ કોરોનાને મહાત આપી છે
મહારાષ્ટ્ર માં સૌથી વધુ 63,294 નવા કેસ નોંધાયા છે જયારે :ઉત્તર પ્રદેશમાં 15,276 કેસ, દિલ્હીમાં 10,774 કેસ અને કર્ણાટકમાં 10,250 કેસ નોંધાયા છે જયારે ,રાજસ્થાન , ગુજરાત અને મધ્યપ્રદેશમાં 5 હજારથી વધુ કેસ નોંધાયા છે