મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

કોરોના અને સ્પેનિશ ફલુની બીજી લહેરવચ્ચે સમાનતાઃ તે વખતે ૩ કરોડ મર્યા'તા

કોવિડની બીજી લહેર પણ ઘાતકઃ ૯ વર્ષ પહેલા સ્પેનિશ ફલુની બીજી લહેરે તબાહી મચાવી હતી

નવી દિલ્હી, તા. ૧૨ :. કોરોના સંક્રમણની બીજી લહેર અને ત્રણ કરોડ લોકોને મોતને ઘાટ ઉતારનાર સ્પેનીશ ફલુ મહામારીની બીજી લહેર વચ્ચે ઘણી બાબતોમાં સામ્ય જોવા મળી રહ્યું છે.

કોરોનાની બીજી લહેર ભારત સહિત વિશ્વના બધા દેશોને પોતાની ઝપટમાં લઈ ચૂકી છે. જે પહેલી લહેર કરતા વધુ ઘાતક છે. સો વર્ષ પહેલા સ્પેનીશ ફલુ મહામારીએ પણ બીજી લહેરમાં તબાહી મચાવી હતી જેના લીધે ત્રણ કરોડ લોકોના મોત થયા હતા. જે રીતે કેટલાક દેશો કોરોનાની ત્રીજી-ચોથી લહેરનો સામનો કરી રહ્યા છે. એવી જ રીતે કેટલાક દેશોએ સ્પેનીશ ફલુની પણ કેટલીક લહેરનો સામનો કર્યો હતો. કોરોનાથી બચાવને ધ્યાનમાં રાખતા આ છે સ્પેનીશ ફલુની કેટલીક ખાસ વાતો.

- ૧૦૦ વર્ષ પહેલા સ્પેનીશ ફલુ સૌ પહેલા અમેરિકામાં આવ્યો હતો.

- દુનિયાભરમાં ૫૦ કરોડ લોકો સંક્રમિત થયા હતા.

- ભારતમાં ૧.૭ કરોડ લોકો સ્પેનીશ ફલુથી મર્યા હતા.

- સ્પેનીશ ફલુ એચ-૧ એન-૧ ઈન્ફલુઅએન્ઝા વાયરસથી થાય છે.

- ૧૯૧૮માં અમેરિકાના કેન્સાસમાં આ રોગનો સંક્રમિત પહેલો વ્યકિત મળ્યો હતો. જેણે આખા વિશ્વને પોતાની ઝપટમાં લઈ લીધુ હતું.

- સ્પેનીશ ફલુની બીજી લહેરની શરૂઆત સપ્ટેમ્બર ૧૯૧૮માં થઈ હતી. બીજી લહેરના અંત સુધીમાં ૩ કરોડ લોકોના મોત થયા હતા.

(10:24 am IST)