મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

દેશની સૌથી મોટી સરકારી બેન્‍ક એસબીઆઇએ ઝીરો બેલેન્‍સના કારણે છેલ્લા 5 વર્ષમાં ગ્રાહકો પાસેથી રૂ. 300 કરોડ સુધી વસુલી લીધા

નવી દિલ્હી: ઝીરો બેલેન્સ કે બેઝીક સેવિંગ બેંક ડિપોજિટ એકાઉન્ટ્સ સાથે સંકળાયેલી કેટલીક સેવાઓ માટે બેંકો મનમાની રીતે વસૂલી કરી રહી છે. જેમાં સરકારી હોય કે ખાનગી દરેક બેંકો સામેલ છે. આ દાવો બૉમ્બે ITIના એક સ્ટડીમાં કરવામાં આવ્યો છે.

કંઈ બેંકે કેટલા રૂપિયાની વસૂલી કરી?

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ ઝીરો બેલેન્સ હોવા પર ગ્રાહકો પાસેથી 300 કરોડ રૂપિયા સુધી વસૂલી લીધા છે. સ્ટડી મુજબ, 2015-20ના 5 વર્ષોમાં SBIએ 12 કરોડ બેસિક સેવિંગ બેંક ડિપોઝિટ એકાઉન્ટ્સથી લગભગ 300 કરોડ રૂપિયાનો સર્વિસ ચાર્જ વસૂલ્યો છે. જેમાંથી 2018-19માં સર્વિસ ચાર્જ તરીકે 72 કરોડ અને 2019-20માં 158 કરોડ રૂપિયાનો સર્વિસ ચાર્જ વસૂલ્યો છે.

સ્ટડીમાં સામે આવ્યું છે કે, SBIએ બેસિક સેવિંગ બેંક ડિપોજિટ એકાઉન્ટ્સ (BSBDA)ના ખાતાધારકો પર 4 બાદ તમામ ટ્રાન્જેક્શન પર 17.70 રૂપિયાનો ચાર્જ લગાવવામાં આવ્યો છે. આટલું જ નહીં, ડિજિટલ લેવડદેવડમાં પણ SBI આ વસૂલી કરી રહ્યું છે, જે અયોગ્ય છે. આ દરમિયાન દેશની બીજી સૌથી મોટી સરકારી પંજાબ નેશનલ બેંકની વાત કરીએ તો PNBએ 9.9 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.

શું કહે છે નિયમ?

 RBI ગાઈડલાઈન મુજબ, ખાતા ધારકને એક મહિનામાં 4 થી વધુ વખત ટ્રાન્જેક્શનનો અધિકાર છે. જો કે આ બેંક પર આધાર રાખે છે કે, શું તેના માટે ચાર્જ વસૂલ કરવો કે કેમ?

શું હોય છે બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ એકાઉન્ટ (BSBDA) યોગ્ય KYC ડોક્યુમેન્ટ ના ધરાવનારા 18 વર્ષથી વધુ વયના કોઈ પણ વ્યક્તિ દ્વારા ખોલવામાં આવી શકે છે. KYCમાં છૂટના કારણે આ બેંક એકાઉન્ટમાં કેટલાક પ્રતિબંધ હોય છે. KYC ડૉક્યુમેન્ટ રજૂ કર્યા બાદ ખાતાને નિયમિત સેવિંગ એકાઉન્ટમાં પરિવર્તિત કરવામાં આવી શકાય છે. સમાજના મૂળ ગરીબ વર્ગ અને પછાત તબક્કાના લોકો માટે છે. જેથી તેમને ફીના ચાર્જના ભારણ વિના બચત માટે પ્રોત્સાહિત કરી શકાય.

આ બેંકના અન્ય સેવિંગ એકાઉન્ટની જેમ જ ખુલે છે. ખાતાધારકોને કોઈ મિમિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી પડતી. આટલું જ નહીં વધુમાં વધું કેટલી રકમ જમા કરવી છે, તેની પણ કોઈ મર્યાદા નથી હતો. આ સિવાય ખાતાધારકોને રૂપે ડેબિટ કાર્ડ ફ્રી મળશે.

(5:27 pm IST)