મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

મહારાષ્ટ્રમાં ખુરશી ઉપર ઓક્સિજન આપવો પડે છે

દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની

નવી દિલ્હી, તા. ૧૨ : ગુજરાતનુ પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર પણ કોરોનાના કહેરના કારણે બેહાલ થઈ ગયુ છે. અહીંની હોસ્પિટલોમાં પણ જગ્યાના અભાવે દર્દીઓને ખુરશી પર બેસાડીને ઓક્સિજન અપાતો હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે દર્દીઓ સામે આવી રહ્યા છે. સંજોગોમાં હવે હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ રહી છે.ઉસ્માનબાદમાં તો પલંગોની જગ્યાએ દર્દીઓને ખુરશી પર બેસાડીને ઓક્સિજન સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.દર્દીઓની હાલત બદતર છે.કેટલાકને તો વ્હીલ ચેર પર બેસાડવામાં આવ્યા છે.

દેશના કુલ કોરોના કેસમાં મહારાષ્ટ્રનો ફાળો ૪૮ ટકા છે. મહારાષ્ટ્ર દેશના સૌથી પ્રભાવિત રાજ્યો પૈકીનુ એક છે. અહીંયા વિકેન્ડ લોકડાઉન લાગુ કરાયુ છે. જોકે કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી રહી છે.છેલ્લા ૨૪ કલાકમાં એકલા મહારાષ્ટ્રમાં ૬૩૦૦૦ નવા દર્દીઓ સામે આવ્યા છે.

(7:44 pm IST)