મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

દેશમાં ફેલાતો કોરોના સંક્રમણથી વધતી જતી બેરોજગારી નવી નોકરીઓ ઉપર તોળાતું સંકટ

કોરોના સંક્રમનના બીજા રાઉન્ડ થી લોકોમાં નવી નોકરીને લઈ ને ચિંતા : બેરોજગારીનો દર ૬.૭ ટકા થી વધી ને ૮.૬ ટકા પહોંચી ગયો

નવી દિલ્હી : કોરોના સંક્રમણ વધવાની સાથે બેરોજગારી દર દેશમાં ૬.૭ ટકા થી વધી ને ૮.૬ ટકા પહોંચી ગયો છે. નવી નોકરી ઉપર સંકટ તોળાઈ રહ્યું છે.

કોરોના સંક્રમણની બીજી લહેરે ફરી એક વખત લોકોના માથા પર નોકરીને લઇને ચિંતા ઉભી કરી છે. દેશના કેટલાક ભાગમાં લૉકડાઉન, વીકેન્ડ લૉકડાઉન અને નાઇટ કરર્ફ્યૂ લાગી ચુક્યુ છે, જેને કારણે માર્કેટમાં ફરી એક વખત નોકરીને લઇને ટેન્શન વધવા લાગી છે. દેશણાં છેલ્લા કેટલાક સમયમાં કોરોના સંક્રમણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને હવે એક દિવસમાં દોઢ લાખથી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. એક ખાનગી રિસર્ચ ફર્મે પોતાના આંકડામાં નોકરીને લઇને માર્કેટમાં વધી રહેલી ચિંતા વિશે જાણકારી આપી છે.

11 એપ્રિલે સમાપ્ત થયેલા અઠવાડિયામાં ભારતમાં બેરોજગારી દર 8.6 ટકા પહોચી ગયો છે, જેનાથી બે અઠવાડિયા પહેલા આંકડા પર નજર કરીએ તો 6.7 ટકા હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના આંકડાઓએ બેરોજગારી દર પર આ જાણકારી આપી છે.

શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણનો પ્રભાવ વધુ જોવા મળી રહ્યો છે, જેને કારણે ગામમાંથી શહેરમાં આવેલા પ્રવાસી મજૂર ગત વર્ષની જેમ એક વખત ફરી પરત પોતાના ઘરે પરત ફરવા લાગ્યા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પર કોરોના સંકટની ઉંડી અસર પડી શકે છે, જેનાથી લોકોના કામ-ધંધા પ્રભાવિત થશે.

ભારત હવે કોરોના વાયરસના સંક્રમણના નવા કેસે બ્રાઝીલને પાછળ છોડીને બીજા નંબર પર આવી ગયુ છે. દેશની આર્થિક રાજધાની મુંબઇ કોરોના સંક્રમણથી ખરાબ રીતે પ્રભાવિત છે. બીજી તરફ મહારાષ્ટ્ર કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. કહેવામાં આવી રહ્યુ છે કે આવનારા દિવસોમાં મહારાષ્ટ્રમાં પુરી રીતે લૉકડાઉન લગાવવામાં આવી શકે છે. અત્યારે ત્યા નાઇટ કરર્ફ્યૂ અને વીકેન્ડ લૉકડાઉન ચાલુ છે.

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જો આ કોરોના સંકટ લાંબા સમય સુધી ચાલ્યુ તો દેશના કેટલાક શહેરોમાં નાઇટ કરર્ફ્યૂ લાગુ થઇ જશે. જેને કારણે ફરી રિવર્સ માઇગ્રેશન શરૂ થઇ શકે છે. કોરોના વાયરસ સંકટ ભારત માટે ગંભીર પડકાર ઉભા કરી રહ્યુ છે. ગત મહિનાની તુલનામાં જોબ માર્કેટ પર તેની સ્પષ્ટ અસર જોવા લાગી છે.

સોમવારે આવેલા નવા આંકડા અનુસાર એક જ દિવસમાં કોરોનાના 1 લાખ 68 હજાર 912 નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં એક્ટિવ કેસ 12 લાખની પાર જતા રહ્યા છે જે દેશના કુલ પોઝિટિવ કેસના 8.88 ટકા છે.

(8:15 pm IST)