મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

રાયસીના સંવાદમાં સામેલ થવા કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાને આમંત્રણ અપાયું

વડાપ્રધાન બાદ મનસુખ માંડવિયા બીજા ગુજરાતી નેતા જેમને ભાગ લેવા આમંત્રણ મળ્યું : રાયસીના સંવાદ 2021નું 13થી 15મી દરમિયાન ઓનલાઇન યોજાશે

નવી દિલ્હી :કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે રાયસીના સંવાદનું ઓનલાઇન એટલે કે વર્ચ્યુઅલ રીતે આયોજન કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયના સહયોગથી ઓર્બ્ઝવર રિસર્ચ ફાઉન્ડેશને 13થી 15 એપ્રિલ સુધી આ સંવાદનું આયોજન કર્યું છે. આ સંવાદમાં સામેલ થવા માટે બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય ( સ્વતંત્ર હવાલો ) કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આમંત્રણ આપવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન મોદી બાદ મનસુખ માંડવિયા બીજા ગુજરાતી નેતા છે. જેમને આ સંવાદમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું છે.

ગત વર્ષ 2020માં રાયસીના સંવાદમાં વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જયારે આ વખતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પણ રાયસીના સંવાદમાં ભાગ લેશે. કોરોનાના કારણે વર્ચ્યુઅલ રીતે સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંવાદમાં અફઘાન શાંતિ પ્રક્રિયા માટે યુ.એસ.ના વિશેષ દૂત, જલામ ખલીલજાદ, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મેરીસ પેને, ફ્રાન્સના વિદેશ મંત્રી વેસ લી ડ્રાયન અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હમદુલ્લાહ મોહીબ સહિત અનેક મહાનુભાવો ભાગ લશે. આ સંવાદમાં કોરોનાને લઇને ચર્ચા થઇ શકે છે.

રાયસીના સંવાદનું દર વર્ષે ભારતમાં આયોજન કરવામાં આવ્યું છે. જેનો હેતુ દુનિયાના અલગ અલગ લોકોને એક મંચ પર લાવી વૈશ્વિક સ્થિતિ અને પડકારો અંગે ચર્ચા વિમર્શ કરવાનો છે. 2017માં ધ ન્યુ નોર્મલ, મલ્ટિલેટરિજય વીથ મલ્ટીપોરેટી અને 2018માં મેનેજીંગ ડિસરપ્ટિવ ટ્રાન્ઝીશન આઇડિયાઝ, ઇન્સ્ટીટયૂશન્સ એન્ડ ઇડિઅમ્સ વિષય પર આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે 2019માં આ સંવાદમાં રાજનીતિ, અર્થ વ્યવસ્થા અને સ્ટ્રેટજિક લેંડસ્કેપ પર ચર્ચા કરવામાં આવી હતી. ગત વર્ષે એટલે કે 2020માં નવી દિલ્હીમાં યોજાયેલા આ સંવાદમાં 35 દેશોના 100થી વધુ વક્તાઓએ ભાગ લીધો હતો. જેમાં વડાપ્રધાન મોદીએ પણ ભાગ લીધો હતો.

 વર્ષ 2014માં કેન્દ્રમાં મોદીની સરકાર આવ્યા બાદ 2016માં રાયસીના સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના સહયોગથી ભારતની સ્વતંત્ર થિંક ટેન્ક ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન ( ઓઆરએફ ) રાયસીના સંવાદનું આયોજન કરે છે. આ સંવાદનો હેતુ દુનિયાના અલગ અલગ દેશોને એક મંચ પર લાવવાનો છે. જેમાં વૈશ્વિક સ્થિતિ અને પડકારો અંગે સાર્થક ચર્ચા કરી શકાય

(11:57 pm IST)