મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

કોરોનાની બીજી લહેરમાં 719 ડોક્ટરોએ ગુમાવ્યો જીવ : બિહારમાં સૌથી વધુ મોત

ડોક્ટરોના મોતના મામલે ઉત્તર પ્રદેશ, પશ્વિમ બંગાળ અને રાજસ્થાન ત્રીજા, ચોથા અને પાંચમા નંબરે

નવી દિલ્હી: ઇન્ડીયન મેડિકલ એસોસિએશનએ જાણકારી આપતાં જણાવ્યું કે કોરોના વાયરસ  ની બીજી વેવમાં 719 ડોક્ટર્સના મોત થયા છે. બિહારમાં સૌથી વધુ ડોક્ટર્સના જીવ ગયા છે. બિહારમાં 111 ડોક્ટર્સના મોત વાયરસના લીધે થયા છે. આ મામલે બીજા નંબર પર દિલ્હી છે. દિલ્હીમાં 109 ડોક્ટર્સના મોત કોરોના વાયરસના લીધે થયા છે.

કોરોના વાયરસના લીધે ડોક્ટર્સના મોતના મામલે ઉત્તર ઉત્તર પ્રદેશ, પશ્વિમ બંગાળ અને રાજસ્થાન ત્રીજા, ચોથા અને પાંચમા નંબર પર રહ્યા. ઉત્તર પ્રદેશમાં 79 ડોક્ટર્સ, પશ્વિમ બંગાળમાં 63 ડોક્ટર્સ અને રાજસ્થાનમાં 43 ડોક્ટર્સના કોરોનાના લીધે મોત થયા હતા

બીજી તરફ પોંડીચેરી, ગોવા, ત્રિપુરા અને ઉત્તરાખંડમાં કોરોનાના લીધે સૌથી ઓછા ડોક્ટર્સનો જીવ ગયો છે. પોંડીચેરીમાં 1 ડોક્ટરનું મોત થયું. આ ઉપરાંત ગોવા, ત્રિપુરા અને ઉત્તરાખંડમાં બે-બે ડોક્ટર્સના મોત થયા છે.

કેંન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત 24 કલકામાં દેશભરમાં કોરોના સંક્રમિતોના નવા 84,332 કેસ સામે આવ્યા, નવા કેસનો આંકડો ગત 70 દિવસમાં સૌથી ઓછો છે. આ દરમિયાન 1,21,311 લોકો હોપ્સિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. જોકે 4,002 કોરોના દર્દીઓના વાયરસના લીધે મોત થયા છે.

(12:58 pm IST)