મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

કોરોનાની સારવાર માટે વપરાતા સાધનો સહિત દવાઓ પરના GST ઘટાડવા અંગેના ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની ભલામણોનો સ્વિકાર કરતા કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમન : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ : આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા કેન્દ્રીય નાણા મંત્રીશ્રીએ વિવિધ રાજ્યના નાણામંત્રીશ્રીઓ સાથે સમીક્ષા કરી લીધો નિર્ણય : ટોસિલિઝુમેબ અને એમ્ફોટેરિસિન બી ઈન્જેકશન પરનો GST સંપૂર્ણ માફ : રેમેડિસિવિર ઈન્જેકશન પર લાગતો ૧૨ % GST હવે ૫ ટકા લેવાશે

મેડિકલ ગ્રેડ ઓકિસજન, ઓકિસજન કન્સેન્ટ્રેટ્રર, જનરેટર વ્યકિતગત આયાત સહિત વેન્ટિલેટર, બાયપેપ મશિન, હાઈપો નસલ કેન્યુલા, કોવિડ ટેસ્ટિંગ કીટ, ઇનફ્લેમેટરી ડાયગ્નોસ્ટિક કીટ, પલ્સ ઓકિસમિટર વ્યકિતગત આયાત સહિત પર લેવાતો ૧૨ % GST હવે ૫ ટકા લેવાશે : હેન્ડ સેનેટાઈઝર પર ૧૮%ના બદલે ૫% GST : એમ્બ્યુલન્સ પર લેવાતો ૨૮% GST હવે ૧૨% લેવાશે : અગ્નિ સંસ્કાર માટેની ભઠ્ઠી પર લેવાતો ૧૮% જી.એસ.ટી. હવે ૫ % લેવાશે : તા. ૧૪-૦૬-૨૦૨૧ થી તા. ૩૦-૦૯-૨૦૨૧ સુધી આ નિર્ણય અમલી રહેશે

રાજકોટ, તા. ૧૨ : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓને સહાયરૂપ થવા માટે વપરાતા સાધનો અને દવાઓ અંગે રાહત પૂરી પાડવા માટે જીએસટી કાઉન્સિલ દ્વારા વિવિધ રાજ્યોના નાણા મંત્રીશ્રીઓની ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીની બેઠક તા.૩.૬.૨૦૨૧ ના રોજ મળી હતી અને આ ભલામણો કાઉન્સિલને સુપરત કરી હતી. આ કમિટી દ્વારા ચર્ચા-વિચારણા બાદ તૈયાર કરાયેલા રિપોર્ટ કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમનને આજે સોંપવામાં આવ્યો હતો. કમિટી દ્વારા કરાયેલી ભલામણોનો કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્વિકાર કરી કોવિડની સારવારને લગતા સાધનો-દવાઓ પરનાજીએસટીના દરોમાં ઘટાડો કરવાનો દર્દીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આજે કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમન અને કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી શ્રી અનુરાગ ઠાકુર દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મળેલી ૪૪મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં વિવિધ રાજ્યોના નાણામંત્રીશ્રીઓ અને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સના સભ્યો સાથે પરામર્શ કરીને આ નિર્ણયો લીધા છે.

આ બેઠક બાદ મીડિયાને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે જણાવ્યુ હતુ કે, કોરોનાના દર્દીઓને સારવારમાં રાહત આપવા માટે જીએસટી કાઉન્સિલ દ્વારા લેવાયેલા નિર્ણયોની વિગતો આ મુજબ છે.

તેમણે ઉમેર્યું કે,તા. ૧૪-૦૬-૨૦૨૧ થી તા. ૩૦-૦૯-૨૦૨૧ સુધી આ નિર્ણય અમલી રહેશે. જેનું નોટિફિકેશન ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

ક્રમ

વિગત

હાલનો GSTનો દર

ભલામણ કરલે દર

દવાઓ

ટોસિલિઝુમેબ (Tocilizumab)

૫%

માફી

એમ્ફોટેરિસિમ બી (Amphotericin B)

૫%

માફી

હેપરિન (Haparin)

૧૨%

૫%

રેમડેસેવિર

૧૨%

૫%

MoHFW અને ફાર્માના ડિપાર્ટમેન્ટ દ્વારા ભલામણ

લાગુ પડતો દર

૫%

કરેલી અન્ય કોઈ પણ દવા

ઓકિસજન,ઓકિસજન જનરેટિંગ અને તેને સંબંધિત ઉપકરણો

મેડિકલ ગ્રેડ ઓકિસજન

૧૨%

૫%

ઓકિસજન કન્સેન્ટ્રેટ્રર /જનરેટર

૧૨%

૫%

 

વ્યકિતગત  આયાત સહિત

 

 

વેન્ટિલેટર

૧૨%

૫%

વેન્ટિલેટર–માસ્ક/કેન્યુલા/હેલ્મેટ

૧૨%

૫%

બાઈપેપ મશિન

૧૨%

૫%

હાઇ ફ્લો નસલ કેન્યુલા (HFNC) સાધન

૧૨%

૫%

 

ટેસ્ટીંગ કિટ્સ અને મશીન્સ

કોવિડ ટેસ્ટીંગ કીટ

૧૨%

૫%

ઇનફ્લેમેટરી ડાયગ્નોસ્ટિક કીટ એટલે કે

૧૨%

૫%

………… D-Dimer, IL-6, Ferritin and LDH

અન્ય કોવિડ-૧૯ સંબંધિત રાહત સામગ્રી

પલ્સ ઓકિસમિટર વ્યકિતગત આયાત સહિત

૧૨%

૫%

હેન્ડ સેનેટાઇઝર

૧૮%

૫%

તાપમાન માપવાના સાધનો

૧૮%

૫%

અગ્નિ સંસ્કાર માટેની ભઠ્ઠી

૧૮%

૫%

એમ્બ્યુલન્સ

                                ૨૮%

   ૧૨%

(5:29 pm IST)