મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

જો કોંગ્રેસ સત્તામાં આવી તો જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ને ફરી લાગુ કરવા મુદ્દે વિચાર કરાશેઃ પાકિસ્તાની પત્રકારની હાજરીમાં કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે ફરી વખત ભાજપ ઉપર પ્રહારો કર્યા

નવી દિલ્હી: પોતાના નિવેદનને લઇને હંમેશા ચર્ચામાં રહેનારા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ ફરી એક વખત ભાજપના નિશાના પર આવી ગયા છે. દિગ્વિજય સિંહે એક ક્લબ હાઉસ ચેટ દરમિયાન કહ્યુ કે જો કોંગ્રેસ સત્તામાં આવી તો જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને ફરી લાગુ કરવા પર વિચાર કરવામાં આવશે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ચેટમાં એક પાકિસ્તાની પત્રકાર પણ હાજર હતો.

ક્લબહાઉસ ચેટમાં પાકિસ્તાની પત્રકારના સવાલના જવાબમાં દિગ્વિજય સિંહ કહેતા સાંભળવા મળી રહ્યા છે, જ્યારે તેમણે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી તો ત્યા લોકતંત્ર નહતું. ત્યા ઇન્સાનિયત પણ નહતી, કારણ કે તમામને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. કાશ્મીરિયત ત્યાની સેક્યુલરિજ્મનો ભાગ છે, કારણ કે મુસ્લિમ વસ્તી ધરાવતા રાજ્યનો રાજા હિન્દૂ હતો અને બન્ને સાથે મળીને કામ કરતા હતા. અહી સુધી કે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને સરકારી નોકરીમાં અનામત આપવામાં આવ્યુ હતું. એવામાં આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય દુખદ હતો અને કોંગ્રેસ જ્યારે સત્તામાં આવશે તો કલમ 370ને હટાવવાના નિર્ણય પર ફરી વિચાર કરશે.

ભાજપ નેતા અમિત માલવીયાએ દિગ્વિજય સિંહની ક્લબ હાઉસ ચેટનો એક ભાગ ટ્વિટર પર શેર કરતા દિગ્વિજય પર નિશાન સાધ્યુ છે. અમિત માલવીયાએ ટ્વીટ કરતા લખ્યુ, ક્લબ હાઉસ ચેટમાં રાહુલ ગાંધીના સીનિયર સહયોગી દિગ્વિજય સિંહ એક પાકિસ્તાની પત્રકારને કહે છે કે જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવે છે તો તે આર્ટિકલ 370ને ફરી લાગુ કરવા પર વિચાર કરશે? સાચે, તો પાકિસ્તાન ઇચ્છે છે.

(5:35 pm IST)