મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

મધ્યપ્રદેશમાં કોરોનાકાળમાં માત્ર એક મહિનામાં જ કોરોનાએ પોણા બે લાખ લોકોનો ભોગ લીધોઃ શિવરાજ ચૌહાણના નેતૃત્વની ભાજપ સરકાર સામે સવાલોઃ સીઆરએસ આંકડા બહાર પાડે તો કેન્દ્ર સરકારના મોતના આંકડાની પોલ ખુલી જાય

ભોપાલઃ કોરોના કાળમાં મધ્યપ્રદેશમાં માત્ર મે મહિનામાં પોણા બે લાખ મોત થયાના ચોંકાવનારા સરકારી આંકડા પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો છે. રાજ્યની શિવરાજ ચૌહાણના નેતૃત્વની ભાજપ સરકાર સામે સવાલો ઊઠી રહ્યા છે. તેથી કહેવાય છે કે જો દેશભરનાં સીઆરએસ આંકડા બહાર પડે તો કેન્દ્ર સરકારની કોરોનાનાં મોતનાં આંકડાની પોલ ખુલી શકે છે.

અત્યાર સુધી મધ્યપ્રદેશમાં છેલ્લા 2 મહિનામાં લાખો લોકોનાં મોત થયાની વાતો થતી હતી. પરંતુ તોના કોઇ નક્કર પુરાવા નહતા. પરંતુ રાજ્યના સિવિલ રજિસ્ટ્રોશન સિસ્ટમના સરકારી આંકડા બહાર આવતા સૌના હોશ ઊડી ગયા છે. જે મુજબ મપ્રમાં માત્ર મે મહિનામાં 1.7 લાખ લોકો મોત મુખમાં ધકેલાયા. આવું પહેલી વખત છે કે કોરોનાના સમયમાં સરકારી ડેટામાં નોંધાયેલા આટલા મોતનાં આંકડા બહાર આવ્યા છે.

CRS  જન્મ અને મૃત્યુના ડેટા રાખે છે

નોંધનીય છે કે CRS રાજ્યમાં થતા જન્મ અને મૃત્યુના ડેટા રાખે છે. તેના સરકારી ડેટા મુજબ મધ્યપ્રદેશમાં વખતે મે મહિનામાં થયેલા મોતની સંખ્યા દર વખતના મે મહિના કરતા 4 ગણી વધુ છે. જ્યારે આંકડા મુજબ રાજ્યમાં વર્ષે જાન્યુઆરીથી મે વચ્ચે કુલ 1.9 લાખ લોકોનાં મોત નોંધાયા. જેમાંથી મેમાં 1.7 લાખ છે.

અગાઉના ડેટા મુજબ રાજ્યમાં મે 2019માં 31 હજાર અને મે 2020માં 34 હજાર લોકો પરલોક સિધાવ્યા હતા. તેની સામે વર્ષના આંકડા અનેક ગણા વધુ હોવાથી કોરોનાએ રાજ્યમાં કાળો કેર વર્તાવ્યો હોવાનું સ્પષ્ટ થાય છે. કારણ કે આંકડો 6 મહિનાના મોત જેટલો છે.

સૌથી વધુ મોત ઇન્દોરમાં થયા

સરકારી આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ મોત ઇન્દોરમાં થયા. જ્યાં એપ્રિલ-મે દરમિયાન 19 હજાર લોકોએ જીવ ગુમાવ્યા. જે ગત 2 વર્ષની તુલનાએ બે ગણા વધુ છે. રાજધાની ભોપાલ બીજા નંબરે છે. જ્યાં સમયગાળામાં 11,045 મોત નોંધાયા. 2019માં 528, જ્યારે 2020માં 1204 લોકોનાં મોત થયા હતા.

સીઆરએસ હેઠળ ઓફિસ ઓફ રજિસ્ટ્રાર જનરલ ઇન્ડિયા દેશભરમાં જન્મ અને મૃત્યુનો હિસાબ રાખે છે. તમામ રાજ્યોમાં સીઆરએસ મૃત્યુ અને જન્મ નોંધે છે. સીઆરએસમાં દેશભરમાં થયેલા 86 ટકા અને મધ્યપ્રદેશના 80 ટકા મોતની નોંધણી અચુક થાય છે. એટલે ગમે ત્યાં, કોઇ પણ કારણે, મેડિકલ સર્ટિ બનાવડાવ્યું હોય કે નહીં. કોઇ પણ સંજોગોમાં મોતની નોંધણી થાય છે.

મપ્રમાં 2021માં અત્યાર સુધી કુલ 3.5 લાખ મોત

મધ્યપ્રદેશમાં વર્ષે અત્યાર સુધી 3.5 લાખ લોકોનાં મોત થયાં. જાન્યુઆરીથી મે વચ્ચે 2019ની તુલનાએ 1.9 લાખ મોત વધુ થયા. જ્યારે સરકારે સમયગાળામાં કોરોનાથી મોતના આંકડા માત્ર 4,461 દર્શાવ્યા. જેને પગલે કોંગ્રેસ શિવરાજ પાટિલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર પર સવાલ ઉઠાવવા માંડ્યા છે. તેનું કહેવું છે કે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પહેલાં સરકારની પોલ ખોલી નાંખી હતી. હવે સરકારી આંકડા તેની સાબિતી આપી રહ્યા છે.

(5:36 pm IST)