મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

હાય રે અંધશ્રદ્ધાઃ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં કોરોના માતાનું મંદિર બની ગયુઃ વિશ્વનું એકમાત્ર મંદિર હોવાનો દાવોઃ ગ્રામજનોમાં છે ભારે આસ્થા

પ્રતાપગઢઃ દેશમાં કોરોનાએ હજારોના જીવ લઇ લીધા. પરંતુ ભારતમાં અંધશ્રદ્ધાનો કોઇ જોટો નથી. દક્ષિણમાં કોરોના મોતાનું મંદિર બન્યા બાદ હવે યુપીના પ્રતાપગઢમાં પણ કોરોના માતોનું મંદિર બની ગયું છે. સાથે વિશ્વનું એક માત્ર કોરોના માતા મંદિર હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

અહીં રોજ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને પ્રસાદ ચઢાવી મહામારીનો પ્રકોપ ઓછો કરવા પ્રાર્થના કરી રહ્યા છે. હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે.

ગામમાં લીમ઼ાના ઝાડ નીચે મંદિરની સ્થાપના

લીમડાના ઝાડની નીચે એક દિવાલ ઊભી કરી તેના પર માસ્કધારી કોરોના માતાની તસવીર ચોંટાડવામાં આવી છે. જેના પર લખવામાં આવ્યું છે વિશ્વનું એક માત્ર કોરોના માતા મંદિર.

લોકોનું માનવું છે કે મંદિરમાં પૂજા કરવાથી કેરોના સંક્રમણ ફેલાવવાથી રાહત મળશે. ગામના એક શખસે જણાવ્યું કે ગ્રામવાસીઓએ સામૂહિક રીતે વિશ્વાસ સાથે મંદિરની સ્થાપના કરી છે.

ગામના લોકો કોરોનાને દેવીનો પ્રકોપ માની રહ્યા છે. લોકોમાં શિક્ષણના અભાવ અને અંધવિશ્વાસને કારણે અહીં કોરોના માતાનું મંદિર ઊભુ થઇ ગયું. નોંધનીય છે કે કોરોનાની પ્રથમ લહેર પછીથી ઘણી જગ્યાએ મહામારી ભગવાનનો પ્રકોપ હોવાનું માનવામાં આવતું હતું. આવી ધારણા લગભગ દરેક ધર્મના લોકોમાં હતી.

(5:38 pm IST)