મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

ઓક્સિજનના અભાવે જીવન ગુમાવનાર પિતાના સગીર બાળકો તથા પરિવારે વળતર માંગતી પિટિશન દાખલ કરી : પરિવારને વળતર આપતી યોજનાનો અમલ કરવા કેન્દ્ર સરકારને દિલ્હી હાઇકોર્ટની નોટિસ : પરિવારના નિભાવ માટેના એકમાત્ર આધાર હતા

ન્યુદિલ્હી : પરિવારના નિભાવ માટેના એકમાત્ર આધાર સમાન પિતાને ઓક્સિજનના અભાવે ગુમાવનાર સગીર વયના ભાઈ બહેને વળતર માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. જેના અનુસંધાને નામદાર  કોર્ટે આ માટે વળતર આપતી યોજનાનો અમલ કરવા કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી  છે.
ન્યાયમૂર્તિ અમિત બંસલની બેંચ દ્વારા ચાઇલ્ડ રાઇટ્સ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર) અને દિલ્હી કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (ડીસીપીસીઆર) ને પણ નોટિસ પાઠવવામાં  આવી છે.

આ અરજી બીજા અને સાતમા ધોરણમાં અભ્યાસ કરતા સગીર બાળકો દ્વારા કરવામાં આવી હતી, જેના પિતા આ વર્ષે એપ્રિલમાં દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે મૃત્યુ પામ્યા હતા.

આ અરજી, બંને નાના બાળકોના વાલી દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કેન્દ્ર અને દિલ્હી બંને સરકારોએ માતાપિતાને ગુમાવેલ બાળકો અથવા તેમના પરિવારને વળતર આપવા માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરી હતી. જેનો ઓક્સિજનની તંગીથી મૃત્યુ પામેલા પરિવારના એકમાત્ર આધાર તેવા પિતાના બાળકો માટે આજની તારીખ સુધી  અમલ કરવામાં આવ્યો નથી. જેના અનુસંધાને નામદાર કોર્ટે લગતા વળગતા ડિપાર્ટમેન્ટને નોટિસ આપી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા  મળે છે.

(7:30 pm IST)