મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

કોઈપણ રાજકીય પાર્ટી કે સંગઠનને દેખાવો કરવા માટે ફૂટપાથ અથવા જાહેર રસ્તાઓ રોકવાનો અધિકાર નથી : રાજકીય સમર્થન ધરાવતા આંદોલનકારીઓ જાહેર રસ્તા ઉપર કાર્પેટ અને ખુરશીઓ મૂકે છે : આવા અસ્થાયી ખડકલાને રોકવા માટે લીધેલા પગલાં અંગે માહિતી આપવા કેરળ સરકારને હાઇકોર્ટનો આદેશ

કેરળ : કેરળ હાઇકોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે કોઈપણ રાજકીય પાર્ટી કે સંગઠન  દેખાવો કરવા માટે ફૂટપાથ અથવા જાહેર રસ્તા ઉપર કામચલાઉ કે અસ્થાયી બાંધકામ પણ કરી શકે નહીં . રાજ્ય સરકારને આવા અસ્થાયી બાંધકામને રોકવા માટે લીધેલા અંગે માહિતી આપવા કેરળ સરકારને હાઇકોર્ટે આદેશ આપ્યો છે.

નામદાર કોર્ટે નોંધ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આ વિષયે વિવિધ ચુકાદાઓ હોવા છતાં, રાજકીય સમર્થન ધરાવતા વિરોધ કરનારા / આંદોલનકારીઓ તેમજ રાજકીય પક્ષો ફૂટપાથ  અને જાહેર રસ્તાઓ પર, કાર્પેટ અને ખુરશીઓ મૂકે છે.જેના કારણે લોકો અસુરક્ષિતતા અનુભવે છે. કારણકે તેઓને ફરજીયાત જાહેર રસ્તાઓના જમણા માર્ગે ચાલવાની ફરજ પડે છે.
આથી કોર્ટે રાજ્ય સરકારે આ અંગે લીધેલા પગલાં વિષે એફિડેવિટ કરી એક માસમાં માહિતી આપવા આદેશ કર્યો છે.  તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:05 pm IST)