મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

હજયાત્રીકો માટે રસી લેવી ફરજીયાત : આ વર્ષે 60 હજાર લોકોને હજની મંજૂરી

હજ જુલાઈના મધ્યમાં શરૂ થશે : 18 થી 65 વર્ષની વય જૂથના લોકો તેમાં ભાગ લઈ શકશે

સાઉદી અરેબિયાએ કહ્યું છે કે કોરોના વાયરસ રોગચાળાને લીધે આ વર્ષે 60 હજારથી વધુ લોકોને હજની મંજૂરી આપવામાં આવશે નહીં. આ તમામ લોકો સ્થાનિક હશે. સરકાર દ્વારા સંચાલિત સાઉદી પ્રેસ એજન્સીએ હજ અને ઉમરાહ મંત્રાલયને ટાંકીને એક નિવેદનમાં આ જાહેરાત કરી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે હજ જુલાઈના મધ્યમાં શરૂ થશે. 18 થી 65 વર્ષની વય જૂથના લોકો તેમાં ભાગ લઈ શકશે. મંત્રાલયે કહ્યું કે હજ યાત્રિકો માટે રસી લેવી ફરજિયાત છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સાઉદી અરેબિયા પુષ્ટિ કરે છે કે યાત્રિકોના સ્વાસ્થ્ય અને સલામતી અને તેમના દેશોની સુરક્ષા અંગે સતત પરામર્શ કર્યા પછી તેણે આ નિર્ણય લીધો છે.”

ગયા વર્ષે, સાઉદી અરેબિયાપહેલાથી જ રહેતા લગભગ એક હજાર લોકોની પસંદગી હજ માટે કરવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં દર વર્ષે લગભગ 20 લાખ મુસ્લિમો હજ કરે છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ હજ યાત્રાને લઈને ચાલી રહેલી મૂંઝવણ વચ્ચે કહ્યું હતું કે, હજ યાત્રા અંગે સાઉદી અરેબિયા દ્વારા લેવામાં આવેલા નિર્ણય સાથે ભારત રહેશે. તેમણે કહ્યું હતું કે અમે અમારી તમામ તૈયારીઓ કરી લીધી છે. અમે લોકો પાસેથી હજ યાત્રા માટે અરજીઓ પણ મંગાવી લીધી છે.

(10:23 pm IST)