મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

હવે સિમેન્ટ ઉદ્યોગમાં ઝુકાવ્યું : પોર્ટ અને એરપોર્ટ બાદ લોન્ચ કરી 'અદાણી સિમેન્ટ

નવી કંપની અદાણી સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ACIL) તમામ પ્રકારના સિમેન્ટનું નિર્માણ, ઉત્પાદન, પ્રક્રિયા કરશે.

નવી દિલ્હી :દેશના પોર્ટ અને એરપોર્ટ કારોબારમાં કિંગ બન્યા બાદ હવે ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી સિમેન્ટ સેક્ટરમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડે શનિવારે કહ્યું મકે, તેઓએ તમામ પ્રકારના સિમેન્ટના નિર્માણ માટે એક સંપુર્ણ માલિકીની અદાણી સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનું ગઠન કર્યું છે. BSEને આપેલ સુચનામાં કંપનીએ કહ્યું કે, 11 જૂન 2021 ACILનું ગઠન કર્યું છે. જો કે હજુ સુધી તેણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો નથી.

નવી કંપની અદાણી સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ACIL) તમામ પ્રકારના સિમેન્ટનું નિર્માણ, ઉત્પાદન, પ્રક્રિયા કરશે. ACILએ અમદાવાદમાં કંપની રજિસ્ટ્રારની પાસે રજસ્ટર પણ કરાવ્યું છે. ACIL અધિકૃત શેર કેપિટલ 10 લાખ રૂપિયા અને પેઈડ અપ શેર કેપિટલ પાંચ લાખ રૂપિયા છે.

સિમેન્ટ કારોબારમાં એન્ટ્રી બાદ આ કારોબારમાં કોમ્પિટિશન તેજ થઈ શકે છે. આવનારા થોડા વર્ષોમાં સિમેન્ટ ઈન્ડસ્ટ્રીની ગ્રોથ રેટ સારી રહેવાની આશા છે. આ કારણે ગૌતમ અદાણીએ આ કારોબારમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો છે. વિશ્લેષકોનું કહેવું છે કે સિમેન્ટ સ્પેસ આવનારા દિવસોમાં ખુબ જ પ્રગતિ કરી શકે છે. કોરોના સંકટથી બહાર આવ્યા બાદ દેશમાં કેપિટલ એક્સપેન્ડિટરમાં પ્રોત્સાહન મળવાની આશા છે.

આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગુજરાત અને કેરળ ભારતના સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક રાજ્ય છે. ભારત દુનિયાનું બીજું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક દેશ છે. ભારતમાં સિમેન્ટ ઉદ્યોગની શરૂઆત વર્ષ 1914માં પોરબંદરથી થઈ હતી. પણ તેનો યોગ્ય વિકાસ આઝાદી બાદ થયો હતો.

(10:28 pm IST)