મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

મહારાષ્ટ્રમાં કોરોના સ્થિર : છેલ્લા 24 કલાકમાં 10,697 નવા કેસ નોંધાયા : 360 લોકોના મોત

આજે વધુ 14,310 લોકોએ કોરોનાને મ્હાત આપી

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસો 10,697 નોંધાયા છે. અને 360 લોકોના કોરોનાથી મોત થયા છે.

કોરોનાની ગતિ હવે મંદ પડી છે કોરોનાની મહામારીમાં સૈાથી વધારે પ્રભાવિત રાજ્યો હોય તો તે મહારાષ્ટ્ર છે.આજે પણ રાજ્યમાં કોરોનાથી મોતના આંકડા વધઘટ થઇ રહ્યા છે હજીપણ કોરોનાથી મોતના આંકડા ચોકાવનારા રહે છે. કોરોનાના સંક્રમણના કેસોમાં નોધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યા છે.રાજ્યના આરોગ્ય વિભાગના આંકડાથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસો 10697 નોંધાયા છે. જ્યારે કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યા 14,310 છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મોતના થનારની સંખ્યા 360 છે.

મહારાષ્ટ્રમાં કુલ સંક્રમણના કેસોની સંખ્યા 58 લાખ 98 હજાર 550 છે,જ્યારે રાજ્યમાં કોરોનાથી મૃત્યુ થનારની સંખ્યા 106727 થઇ છે

અત્રે .ઉલ્લેખનીય છે કે ગત દિવસે રાજ્ય સરકારના મોતના આંકડામાં સંશોધન કરતા એક દિવસમાં મોતની સંખ્યા 2213 થઇ છે.

(11:30 pm IST)