મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

ઉજ્જૈનમાં મહાકાળેશ્વર મંદિર 28 જૂનથી ખુલશે : પ્રવેશ માટે ઓનલાઇન નોંધણી કરાવવી પડશે

ભક્તોએ રસીકરણ પ્રમાણપત્ર સહિત કોવિડ -19 ટેસ્ટનો રિપોર્ટ આપવાનો રહેશે

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કોરોના સંક્રમ્નમાં સતત ઘટાડો થયા બાદ, 80 જૂન પછી 28 જૂનથી ભક્તો માટે પ્રખ્યાત મહાકાળેશ્વર મંદિર ફરીથી ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મહાકાલેશ્વર મંદિર મેનેજમેન્ટ કમિટીના સભ્યએ જણાવ્યું હતું કે કોરોના વાયરસની બીજી લહેરમાં આ વર્ષે 9 એપ્રિલથી મંદિર લોકો માટે બંધ હતું. રોગચાળાને કારણે બીજી વાર મંદિર બંધ રાખવું પડ્યું.

મંદિરના સહાયક સંચાલક આર. કે. તિવારીએ જણાવ્યું હતું કે શુક્રવારે ઉજ્જૈન ડિઝાસ્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં ભક્તો માટે મંદિર ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની રૂપરેખા મંદિર મેનેજમેન્ટ કમિટી દ્વારા એક અઠવાડિયામાં નક્કી કરવામાં આવશે. મંદિરમાં પ્રવેશતા લોકોએ કોવિડ -19 ની માર્ગદર્શિકા અનુસાર સલામતીના તમામ નિયમોનું પાલન કરવું પડશે.

તેમણે કહ્યું કે ભક્તોએ મંદિરમાં પ્રવેશ માટે ઓનલાઇન નોંધણી કરાવવી પડશે. નોંધણીની સાથે, ભક્તોએ રસીકરણ પ્રમાણપત્ર સહિત કોવિડ -19 નો પરીક્ષણ અહેવાલ આપવાનો રહેશે, અહીં ભક્તોને તાત્કાલિક કોરોના રીપોર્ટ મળે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જેના માટે એક ટેસ્ટીંગ બુથ ની સ્થાપના કરવામાં આવશે.

દેશના ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં ઉજ્જૈનનું મહાકાળેશ્વર મંદિર પણ છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. શુક્રવારે ઉજ્જૈનમાં કોવિડ -19 ના આઠ નવા કેસ નોંધાયા હતા, જેના કારણે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 18,843 થઈ ગઈ છે, જ્યારે 171 લોકોનાં મોત નીપજ્યાં છે.

(11:42 pm IST)