મુખ્ય સમાચાર
News of Saturday, 12th June 2021

G7 સમિટમાં વડાપ્રધાન મોદીનું વર્ચ્યૂઅલી સંબોધન : દુનિયાને 'વન અર્થ-વન હેલ્થ' નો સંદેશ આપ્યો

પીએમ મોદીએ વૈશ્વિક સ્વાસ્થ્ય સુધારવા માટેના સામૂહિક પ્રયાસોમાં ભારતના સમર્થનનું વચન આપ્યું

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ આજે કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે બ્રિટનમાં 7 દેશોના શિખર સંમંલનને વર્ચ્યૂઅલી સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ વિશ્વને 'વન અર્થ-વન હેલ્થ' નો સંદેશ આપ્યો. જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કેલ ખાસ કરીને પીએમ મોદીના મંત્રનો ઉલ્લેખ કર્યો અને તેના માટે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું.

બીજી તરફ, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને સૌ પ્રથમ TRIPS Waiverના વિશે પીએમ મોદી સાથેતેમની ચર્ચાઓનો ઉલ્લેખ કર્યો. સાથે ભારતને ઓસ્ટ્રેલિયાના મજબુત સમર્થનથી પણ વાકેફ કર્યુ. બીજી તરફ, ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ ભારત જેવા રસી ઉત્પાદકોને કાચા માલના સપ્લાય માટે આહવાન કર્યું જેથી આખા વિશ્વ માટે રસી ઉત્પાદન સુનિશ્ચિત કરી શકાય.

સત્ર દરમિયાન, પીએમ મોદીએ ભારતમાં કોવિડ ઇન્ફેક્શનની બીજી લહેર દરમિયાન જી7 અને અન્ય અતિથિ દેશો દ્વારા વધારવામાં આવેલા સમર્થનની પ્રશંસા કરી. તેમણે કોરોના રોગચાળા સામે લડવા માટે ભારતના અભિગમ પર પ્રકાશ પાડ્યો. વડા પ્રધાને સંપર્ક ટ્રેસિંગ અને રસી વ્યવસ્થાપન માટે ખુલ્લા સ્રોત ડિજિટલ ટૂલ્સના ભારતના સફળ ઉપયોગ વિશે પણ વાત કરી હતી અને અન્ય વિકાસશીલ દેશો સાથે તેના અનુભવ અને કુશળતા શેર કરવાની ભારતની તૈયારી દર્શાવી હતી.

પીએમ મોદીએ વૈશ્વિક સ્વાસ્થ્ય સુધારવા માટેના સામૂહિક પ્રયાસોમાં ભારતના સમર્થનનું વચન આપ્યું હતું. ભાવિ રોગચાળાને અટકાવવા વૈશ્વિક એકતા, નેતૃત્વ અને એકજુટતા માટે હાકલ કરતા વડા પ્રધાને આ સંદર્ભે લોકશાહી અને પારદર્શક સમાજોની વિશેષ જવાબદારી પર ભાર મૂક્યો.

(11:59 pm IST)