News of Monday, 12th July 2021
એકટર તથા સોશિઅલ એક્ટિવિસ્ટ દીપ સિદ્ધુ દિલ્હી કોર્ટમાં હાજર : પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લા ઉપર ધાર્મિક ધ્વજ ફરકાવી ઉશ્કેરાટ ફેલાવવાનો આરોપ : સિદ્ધુ સહીત અન્ય આરોપીઓની વિડિઓ કોન્ફરન્સથી સુનાવણી શરૂ
ન્યુદિલ્હી : પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લા ઉપર ધાર્મિક ધ્વજ ફરકાવી ઉશ્કેરાટ તથા હિંસા ફેલાવવાના આરોપસર આજરોજ સોમવારે એકટર તથા સોશિઅલ એક્ટિવિસ્ટ દીપ સિદ્ધુ તથા અન્ય આરોપીઓ દિલ્હી કોર્ટમાં હાજર થયા છે. આરોપીઓની વિડિઓ કોન્ફરન્સથી સુનાવણી શરૂ કરવામાં આવી હતી.
ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગજેન્દર સિંઘ નાગરે આરોપીઓને ચાર્જશીટ આપવા પોલીસ ડિપાર્ટમેન્ટને સૂચના આપી હતી.તથા સુનાવણી આગામી 22 જુલાઈ ઉપર રાખવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને આરોપીઓ વિરુદ્ધ મુકાયેલા ચાર્જશીટને ધ્યાને લઇ નામદાર કોર્ટે આરોપીઓને 12 જુલાઈ સુધીમાં કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.
(1:35 pm IST)