મુખ્ય સમાચાર
News of Monday, 12th July 2021

હોલીવુડ સ્ટાર જેકી ચાનને ચીનની શાસક કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાવવાની ઈચ્છા

ચાઈનાના ફિલ્મ ઉદ્યોગના લોકો પાર્ટીના શતાબ્દી ઉજવણીમાં એકત્ર થયા હતા

નવી દિલ્હી : હોલીવુડ સ્ટાર જેકી ચાને ચીનની શાસક કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડવવાની ઈચ્છા જાહેર કરી છે. જેકી ચાનની ભૂતપૂર્વ બ્રિટીશ કોલોનીમાં વિરોધ પ્રદર્શન અંગે ચીન સરકારના કડક પગલાને ટેકો આપવા બદલ સખત ટીકા થઈ હતી.

 67 વર્ષના જેકી ચાને એક સિમ્પોઝિયમમાં સીપીસીમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેમાં ચીનના ફિલ્મ ઉદ્યોગના લોકોએ 1 જુલાઈના રોજ પાર્ટીના શતાબ્દી ઉજવણીમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા આપેલા મુખ્ય ભાષણ અંગે પોતાના વિચારો રજૂ કરવા માટે એકત્ર થયા હતા.

સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર જેકી ચાન ચાઇના ફિલ્મ એસોસીએશનના વાઇસ ચેરમેન છે. તેમણે પોતાના સંબોધનમાં ચીનની શાસક કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડવવાની ઈચ્છા જાહેર કરી હતી. આ અંગે ચાઇનાના અખબારે તેનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હું સીપીસીની મહાનતા જોઈ શકું છું, અને તે જે કહે છે તે ડિલીવર કરે છે. ચાને કહ્યું હતું કે તેમણે 100 વર્ષમાં પૂર્ણ કરવાના વચનોને દાયકામાં નિભાવ્યા છે. તેમણે ઉમેર્યું, “હું સીપીસી સભ્ય બનવા માંગુ છું.”

ચાન વર્ષોથી સીપીસીના સમર્થક છે અને પક્ષ દ્વારા નિમાયેલા વ્યાવસાયિકોની સલાહકાર સંસ્થા – ચીની લોકોની રાજકીય સલાહકાર પરિષદ (સીપીપીસીસી) ના સભ્ય તરીકે કાર્યરત છે.

જ્યારે તેમણે વર્ષ 2019 માં હોંગકોંગમાં લોકશાહી તરફી વિરોધની ટીકા કરી હતી ત્યારે તેમની તીવ્ર ટીકા થઇ હતી.જેકી ચાને ચીનના સત્તાવાર મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે “મેં ઘણા દેશોની મુલાકાત લીધી છે, અને હું કહી શકું છું કે હાલના વર્ષોમાં આપણો દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. હું જ્યાં પણ જાઉં ત્યાં ચીની હોવાનું ગર્વ અનુભવું છું, અને ‘પાંચ-તારાવાળા લાલ ધ્વજ’નું વિશ્વભરમાં સર્વત્ર સન્માન કરવામાં આવે છે,”

જેકી ચાને વર્ષ 2019માં કહ્યું હતું કે “હોંગકોંગ અને ચીન એ મારા જન્મસ્થળો અને મારું ઘર છે. ચીન મારો દેશ છે, હું મારા દેશને પ્રેમ કરું છું, હું મારા ઘરને પ્રેમ કરું છું. મને આશા છે કે જલ્દીથી હોંગકોંગમાં શાંતિ ઝડપથી સ્થપાશે. ભૂતપૂર્વ બ્રિટીશ વસાહત પર ચાઇનાના નિયંત્રણનો વિરોધ કરતા હોંગકોંગમાં લાંબા સમય સુધી થયેલા ભારે વિરોધ પ્રદર્શન પછી ચીને ગયા વર્ષ હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પસાર કરીને તેની પર નિયંત્રણ મેળવ્યું હતું.

નવા કાયદાની યુ.એસ. ઇયુ અને અન્ય દેશો દ્વારા ટીકા કરવામાં આવી હતી. જો કે આ કાયદા મોટી સંખ્યામાં વિરોધ કરનારાઓ અને તેમના નેતાઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

(8:44 pm IST)