મુખ્ય સમાચાર
News of Saturday, 12th September 2020

ભારત - ચીન તણાવ વચ્ચે રણનીતિક જીત

ચીને અરૂણાચલના ગુમ થયેલા ૫ યુવકને છોડયા

નવી દિલ્હી તા. ૧૨ : ભારત અને ચીનની સેના વચ્ચે સરહદ ઉપર ચાલી રહેલા તણાવની વચ્ચે અરૂણાચલ પ્રદેશના પાંચ નાગરિકો લાપતા થઈ ગયા હતાં. અરૂણાચલ પ્રદેશના એક ધારાસભ્યએ ચીનના સૈનિકો દ્વારા તેને ઉપાડી જવાનો આરોપ લગાવ્યો હતો કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી હતી. તે બાદ હરકતમાં આવેલી ભારત સરકારની રણનીતિક કોશિષો રંગ લાવતી નજરે આવી રહી છે. સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ છે કે અપહ્યત યુવકોને ચીની સેનાએ ભારતને સોંપ્યા છે, અને કૂટનીતીની જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી ગુમ હતા.

ચીનની સેના આજે અરૂણાચલના આ પાંચ નાગરિકોને ભારતીય સેનાને સોંપશે. જાણકારી પ્રમાણે ૯.૩૦ વાગ્યાની આસપાસ લગભગ ચીની સેના આ યુવકોને ભારતીય સૈનિકોને સોંપી શકે છે. ચીનના સૈનિકો આ યુવકોને કિબિતુ બોર્ડરની પાસે વાછા વિસ્તારમાં લઈને આવશે. જયાંથી ભારતીય સેનાને સોંપી દેશે. કેન્દ્રીય મંત્રી અને અરૂણાચલ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરનારા કિરણ રિજ્જુએ ટ્વિટ કરીને આ વાતની જાણારી આપી છે.

જણાવવામાં આવી રહ્યું હતું કે, યુવક ઉપર સુવાનસિરી જિલ્લામાં ૪ સપ્ટેમ્બરના રોજ ભુલથી એલએસી ઉપર ચાલ્યા ગયા હતાં. જે યુવકોને સોંપવામાં આવનારા છે. તેનું નામ તોચ સિંગકમ, પ્રસાત રિંગલિંગ, ડોંગ્ટુ ઈબિયા, તનુ બાકર અને નગારૂ ડિરી, આ વર્ષમાં આ બીજી એવી તક છે. જયારે રણનીતિક પ્રયાસોથી ચીનના કબ્જામાંથી અરૂણાચલના યુવકોને છોડાવવામાં કામયાબી મળી રહી છે.

આ પહેલા માર્ચમાં ૨૧ વર્ષના યુવકને ૧૯ દિવસ રાખ્યા બાદ ચીની આર્મીએ છોડી દીધા હતા. ભારત અને ચીનની વચ્ચે લદ્દાખ વિસ્તારમાં આશરે ૪ માસથી તણાવ છે. તેને જોતા માહોલ વ્યવસ્થિત કરવાની દિશામાં આ સારી કોશિષના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૧૦ સપ્ટેમ્બરના રોજ રશિયાની રાજધાની મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠક થઈ હતી. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રીએ આ મુલાકાતમાં બંને દેશોમાં ચાલી રહેલા તણાવ ઉપર વાત કરી હતી. બંને દેશોના વિદેશ મંત્રીઓએ તણાવને પૂર્ણ કરવા મુદ્દે ચર્ચા કરી હતી.

અરૂણાચલ પ્રદેશથી ગુમ થયેલા ૫ ભારતીયોને ચીન શનિવારે ભારતને સોંપશે. ચીન સવારે ૯.૩૦ વાગે વાચામાં ૫ યુવકોને સોંપશે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ટ્વીટ કરી ચીની પીએલએએ અરૂણાચલ પ્રદેશના ૫ યુવકોને ભારતીય સેનાને સોંપવાની ખરાઈ કરી છે. ૫ અરૂણાચલના યુવાનોનુ અપહરણ કર્યુ હતું. જો કે આજે ચીનની સેના ૫ ભારતીયોને ભારતને સોંપ્યા છે.

(3:33 pm IST)