મુખ્ય સમાચાર
News of Saturday, 12th September 2020

રિલાયન્‍સ જીયો દ્વારા 1 જીબી ડેટા માટે માત્ર રૂ.3.5નો ખર્ચઃ રૂ.599ના રિચાર્જ પ્‍લાનમાં ટુ જીબી હાઇ ડેટા સ્‍પીડ સુવિધા

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયોએ થોડા સમય પહેલા સસ્તા મોબાઇલ ડેટા પ્લાન લોન્ચ કરીનો ઇન્ડસ્ટ્રીમાં ધમાકો મચાવી દીધો હતો. પાછલા કેટલાક વર્ષ દરમિયાન આપણો જોયું કે એરટેલ અને વોડાફોન આઇડિયા સાથે વધતી હરિફાઇ બાદ જીયોના ડેટા પ્લાનમાં ફેરફાર થયા છે. વાત જ્યારે સસ્તા પ્રીપેઇડ રિચાર્જ પ્લાનની હોય તો જીયો હજુ પણ સૌથી આગળ છે. જીયોની પાસે એક એવું રિચાર્જ પેક છે જેમાં 1 જીબી ડેટા માટે માત્ર 3.5 રૂપિયા ખર્ચ કરવાના હોય છે. આવો તમને જણાવીએ જીયોના 599 રૂપિયા વાળા રિચાર્જ પ્લાન વિશે...

599 રૂપિયા વાળો જીયો પ્લાન

જીયોનો આ પ્લાન ખુબ જાણીતો છે. 599 રૂપિયા વાળા આ પ્લાનની વેલિડિટી 84 દિવસ છે. આ પ્લાનમાં દરરોજ 2 જીબી હાઈ-સ્પીડ ડેટા ઓફર કરવામાં આવે છે. એટલે કે કુલ 198 જીબી ડેટા આ પ્લાનમાં મળે છે. દરરોજ મળનારો ડેટા પૂરો થયા બાદ યૂઝર 64Kbps સ્પીડની સાથે ઇન્ટરનેટનો ફાયદો લઈ શકે છે. એટલે કે યૂઝરને 1 જીબી ડેટા માટે 599 રૂપિયા વાળા આ પ્લાનમાં માત્ર 3.57 રૂપિયા ખર્ચ કરવા પડે છે.

આ પ્રમાણે જુઓ તો આ પ્લાન કંપનીના 249 રૂપિયા અને 444 રૂપિયા વાળા પ્લાનથી પણ સસ્તો પડે છે. 444 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 56 દિવસ છે અને તેમાં કુલ 112 જીબી ડેટા મળે છે. એટલે કે 1 જીબી ડેટાની કિંમત આશરે 4 રૂપિયા આસપાસ થાય છે.

રિલાયન્સ જીયોના 599 રૂપિયાના પ્લાનમાં જીયો-ટૂ-જીયો અનલિમિટેડ કોલિંગ જ્યારે અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 3000 મિનિટ્સ મળે છે. આ સિવાય જીયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રી છે.

વાત કરીએ એરટેલની તો એરટેલની પાસે 598 રૂપિયા વાળો પ્લાન છે. આ પેકની વેલિડિટી 84 દિવસ છે અને તેમાં 1.5 જીબી ડેટા દરરોજના હિસાબે કુલ 126 જીબી ડેટા મળે છે. એટલે કે 1 જીબી ડેટાનો ખર્ચ 4.75 રૂપિયા થાય છે. તો વોડાફોન આઈડિયાના 599 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 84 દિવસ છે અને તેમાં 1.5 જીબી ડેટા દરરોજ મળે છે. 1 જીબી ડેટાનો ખર્ચ વોડાફોનના પેકમાં 4.75 રૂપિયા થાય છે.

(5:18 pm IST)