મુખ્ય સમાચાર
News of Saturday, 12th September 2020

દિલ્હી રમખાણ કેસની ચાર્જશીટમાં સીતારામ યેંચુરી, યોગેંદ્ર યાદવ, જયતિ ઘોષનું પણ નામ

ઝેરીલાં ભાષણોનો વીડિયો છે, એના પર કાર્યવાહી કેમ નથી થઈ રહી? : યેચુરીનું ટ્વીટ

નવી દિલ્હી : પૂર્વ દિલ્હી રમખાણો મામલામાં દિલ્હી પોલીસે દાખલ કરેલી પૂરક ચાર્જશીટમાં માર્ક્સવાદી સામ્યવાદી પાર્ટીના મહામંત્રી સીતારમૈયા યેચુરી અને સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવને પણ સહ કાવતરાખોર તરીકે નામ આપવામાં આવ્યું છે. તેમાં અર્થશાસ્ત્રી જયતી ઘોષ, દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અપુરવાનંદ અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા રાહુલ રાય પણ શામેલ છે

દિલ્હી પોલીસે દિલ્હી તોફાનના કેસની પૂરક ચાર્જશિટમાં સીપીઆઈ(એમ)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી, સ્વરાજ અભિયાનના યોગેન્દ્ર યાદવ, અર્થશાસ્ત્રી જયતી ઘોષ, દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અને કાર્યકર અપૂર્વાનંદ તેમજ ડૉક્યુમેન્ટરી ફિલ્મકાર રાહુલ રૉયનાં નામ સહ-ષડ્યંત્રકારીઓ તરીકે નોંધ્યાં છે.સમાચાર સંસ્થા પીટીઆઈએ સંબંધિત જાણકારી આપી છે.

સીચારામ યેચુરીએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં ટ્વિટર પર લખ્યું, "ઝેરીલાં ભાષણોનો વીડિયો છે, એના પર કાર્યવાહી કેમ નથી થઈ રહી?"આ સાથે જ તેમણે કેટલાંય ટ્વીટ પણ કર્યાં અને સરકાર પર નિશાન પણ તાક્યું.

તેમણે લખ્યું, "આપણું બંધારણ આપણે સીએએ જેવા તમામ પ્રકારના ભેદભાવવાળા કાયદા વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર જ માત્ર નથી આપતું, આ આપણી જવાબદારી પણ છે. અમે વિપક્ષનું કામ ચાલુ રાખીશું. ભાજપ પોતાની હરકતો બંધ કરે."

(11:52 pm IST)